મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

સ્વતંત્રતા પર્વે મહેન્દ્રસિંહ ધોની લડાખ પહોંચ્યો :સેના અધિકારીઓએ કર્યું સ્વાગત

ધોની અન્ય સૈનિકો માફક પેટ્રોલિંગ, ગાર્ડ ડ્યૂટી અને બાકી કામ કરી રહ્યો છે

નવી દિલ્હી ;ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દૂર જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે છે. તેણે ક્રિકેટથી રેસ્ટ લીધો છે અને સેના સાથે જોડાઇ ગયો છે. જ્યાં તે અન્ય સૈનિકો માફક પેટ્રોલિંગ, ગાર્ડ ડ્યૂટી અને બાકી કામ કરી રહ્યો છે. જે દેશનાં તમામ સૈનિકો માફક જ ડ્યૂટી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ મનાવવા માટે ધોની લદ્દાખમાં પહોંચ્યો હતો. તેનું લદ્દાખમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ધોની જ્યારે લદ્દાખ પહોંચ્યો ત્યારે સેના અધિકારીઓએ તેને સેલ્યૂટ કર્યુ હતું અને તેમની સાથે ખુબ જ વાતચીત કરી હતી.

   ધોનીનાં આ વાતચીત અને સ્વાગતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમા સૈનિકો ધોની સાથે વાત કરી રહ્યા છે. લેફ્ટિનેન્ટ કર્નલ ધોની સેનાની વર્ધીમાં જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે ધોની લદ્દાખ પહોંચ્યો અને આર્મી જનરલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેણે દર્દીઓની મુલાકાત લીધી. ધોનીને 2011માં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ પદ મળ્યું હતું. તે ક્વોલિફાઇડ પેરાટ્રોપર પણ છે અને પાંચ પેરાશૂટ ટ્રેનિંગ જમ્પ પણ કરી ચૂક્યો છે. ધોનીને ભારતનું ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મ ભૂ,ણ પણ મળી ચૂક્યુ છે.

(10:23 pm IST)