મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

કાફે કોફી ડેના સ્થાપક સિદ્ધાર્થની આત્મહત્યા પાછળ કોણ? સિનિયર ઇન્કમટેક્સ ઓફિસર સામે તપાસના હુકમો: બાલાકૃષ્ણન પાસે ખુલાસો મગાયો? બાલકૃષ્ણને હવે પોલીસ તપાસનો સામનો કરવો પડશે..

નવી દિલ્હી : કાફે કોફી ડે(સીસીડી) કેસમાં  ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીઝે (સીબીડીટી એ) સિનીયર આઇટી ઓફિસર વિરુદ્ધ હેરાનગતિ કર્યાના અહેવાલો અન્વયે તપાસ શરૂ કર્યાનું જાણવા મળે છે..

  સીસીડે ના ફાઉન્ડર વી જી સિદ્ધાર્થે તેની સુસાઇડ નોટમાં આયકર અધિકારીઓ દ્વારા અપાઈ રહેલ ત્રાસની, નામજોગ વાત લખી છે.

  ૨૯ જુલાઈના રોજ સિદ્ધાર્થ લાપત્તા બનેલ અને ૨ દિવસ પછી તેની લાશ નદી કિનારેથી મળી હતી.

  આવકવેરાની ઇન્વેસ્ટિગેશન પાંખના ભૂતપૂર્વ ડીજી અને કર્ણાટક-ગોવાના પૂર્વ મુખ્ય ચીફ કમિશનર બી આર બલકૃષ્ણન પાસેથી સીબીડીટી એ સ્પષ્ટતા માંગી હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે

  કોફી ડે એન્ટરપ્રાઇસીસ લી.ના સીડીઈએલ ના શેરો જપ્ત કરવા હુકમો કર્યા હતા. તેઓ ગયા મહિને નિવૃત્ત થયા છે,વાને તે સમયે તેઓ બેંગ્લોર રિજયનના ઇન્ચાર્જ હતા.

(8:12 pm IST)