મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

હવે ત્રણ સેનાઓનાં સેનાપતિ 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' હશે:લાલકિલ્લા પરથી પીએમ મોદીની જાહેરાત

નવી દિલ્હી :દેશ આજે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સવારે લાલકિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને સંબોધિત કર્યાં. છઠ્ઠા ભાષણમાં પીએમ મોદીનું ફોકસ જળસંકટ, જનસંખ્યા વિસ્ફોટ, આતંકવાદ, ન્યૂ ઇન્ડિયાનાં મિશન પર રહ્યું. સંબોધન દરમિયાન તેમણે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' પદની મોટી જાહેરાત કરી. સેનાનાં ઇતિહાસમાં આ પદ પહેલીવાર બન્યું છે.

  લાલ કિલ્લાપરથી મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, હવે ત્રણ સેનાઓનાં સેનાપતિ 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' હશે. ત્રણેવ સેનાઓનાં તાલમેલને વધારવા માટે હવે તેમનાં સેનાપતિ એક જ હશે. જેને  'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' (CDC) કહેવામાં આવશે. સેનાનાં ઇતિહાસમાં આ પદ પહેલીવાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ત્રણેવ સેનાઓને સાથે ચાલવું પડશે.

  પીએમ મોદીએ કહ્યું કે દેશની આઝાદીનાં 75 વર્ષ પુરા કરવા તરફ આપણે જઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે વ્યવસ્થામાં બદલાવની જરૂર છે અને ભ્રષ્ટાચાર મુક્ત બનવાની જરૂર છે. અમારા આ મિશનમાં જે રૂકાવટ બની રહ્યાં હતાં અમે તેમની છુટ્ટી કરી દીધી. તેમને કહ્યું કે તમારો રસ્તો અલગ છે. દેશમાં ભાઇ ભતીજાવાદ એક બીમારીની જેમ છે તેને ભાગવુ જરૂરી છે.

તેમણે આગળ જણાવ્યું કે સરકારનું કોઇ પર પણ દબાણ ન હોવું જોઇએ. પરંતુ મુસીબતનાં સમયમાં દેશવાસીઓ સાથે રહેવા માંગીએ છીએ. અમારી સરકારે રોજનો એક કાયદાનો અંત કર્યો કે જેથી લોકો પર બોજો ઓછો આવે. આ સરકારે 10 સપ્તાહમાં 60 કાયદાઓને ખત્મ કર્યાં છે.

  લાલ  કિલ્લા પરથી મોદીએ હુંકાર કરતા કહ્યું કે, આતંકને એક્સપોર્ટ કરનારાઓને ભારત બેનકાબ કરશે. મોદીએ કહ્યું કે આજે ભારતનાં કોઇને કોઇ ભાગમાં કંઇ થઇ રહ્યું છે. ભારત આવા સમયે મૂકદર્શક નહીં બને. તેમણે એલાન કર્યું કે આતંકવાદ સામે ભારત પોતાની લડાઇ જારી રાખશે. આતંકવાદ ફેલાવનારને બેનકાબ કરવાનો સમય આવી ગયો છે. કેટલાક લોકો ભારતની સાથે સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રહ્યાં છે.

  પીએમ મોદીએ કહ્યું કે દેશની આઝાદીનાં 75 વર્ષ પુરા કરવા તરફ આપણે જઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે વ્યવસ્થામાં બદલાવની જરૂર છે અને ભ્રષ્ટાચાર મુક્ત બનવાની જરૂર છે. અમારા આ મિશનમાં જે રૂકાવટ બની રહ્યાં હતાં અમે તેમની છુટ્ટી કરી દીધી. તેમને કહ્યું કે તમારો રસ્તો અલગ છે. દેશમાં ભાઇ ભતીજાવાદ એક બીમારીની જેમ છે તેને ભાગવુ જરૂરી છે

. તેમણે આગળ જણાવ્યું કે સરકારનું કોઇ પર પણ દબાણ ન હોવું જોઇએ. પરંતુ મુસીબતનાં સમયમાં દેશવાસીઓ સાથે રહેવા માંગીએ છીએ. અમારી સરકારે રોજનો એક કાયદાનો અંત કર્યો કે જેથી લોકો પર બોજો ઓછો આવે. આ સરકારે 10 સપ્તાહમાં 60 કાયદાઓને ખત્મ કર્યાં છે.

(7:45 pm IST)