મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ દૂર કરવાને પડકારતી રીટની સુપ્રિમમાં સુનાવણી

કાશ્મીર ટાઈમ્સના એકિઝકયુટીવ એડીટર અનુરાધા ભસીને પણ પત્રકારો ઉપરના નિયંત્રણો દૂર કરવા સુપ્રિમમાં અરજી કરી છે, તેની સુનાવણી પણ થશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવા વિરૂદ્ધ એક વકીલે કરેલ અરજી ઉપર કાલે સુપ્રિમમાં સુનાવણી થશે. અરજીમાં જણાવ્યા મુજબ ૩૭૦ અને ૩૫-એને લઈને જાહેર થયેલ અધિ સુચનાને ગેરબંધારણીય જણાવવામાં આવી છે. સરકાર આ રીતે કામ કરી મનમાની કરી રહી હોવાનું અને રાષ્ટ્રપતિનો આદેશ પણ ગેરબંધારણીય છે. કેન્દ્રએ સંસદીય રસ્તો અપનાવવો જોઈએ તેમ પણ અરજીમાં જણાવ્યુ છે. આ સિવાય કાશ્મીર ટાઈમ્સના એકિઝકયુટીવ એડીટર અનુરાધા ભસીનની અરજી ઉપર પણ સુપ્રિમમાં સુનાવણી કરશે. ૩૭૦ની કલમ હટાવાયા બાદ પત્રકારો ઉપર થયેલ નિયંત્રણ દૂર કરવા ભસીને અરજી કરી છે.(૩૭.૭)

(7:37 pm IST)