મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

વસતી વધારા તરફ નરેન્દ્રભાઈનું હવે પછીનું લક્ષ્યઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવા જાહેરાત કરી

નાનો પરિવાર રાખનાર સન્માનના અધિકારી : પ્રથમ વખત વડાપ્રધાને આ મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૭૩મો સ્વતંત્રતા દિવસ નિમિત્ત્।ે ગુરુવારે લાલ કિલ્લાથી શ્ન કપ્ન ઓફ ડિફેંસ સ્ટાફ'(સીડીએસ) પદ બનાવવાની મહત્વની જાહેરાત કરી. આ સાથે દેશમાં વસ્તી નિયંત્રણ અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર ભાર મૂકયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્તી વધારા પર ચિંતા વ્યકત કરતા કહ્યું કે આ આવનારી પેઢીઓ માટે આ મોટો પડકાર હશે.

પીએમ મોદીએ કહ્યું કે આ સમસ્યાથી બચવા માટે કેન્દ્ર અને રાજય સરકારોએ યોગ્ય પગલા લેવાની જરૂર છે. તેમને કહ્યું કે સતત અને ઝડપી દરે વધી રહેલી વસ્તી દેશ સામે મોટી સમસ્યા છે. સમાજનો એક વર્ગ જે નાનું પરિવાર રાખે છે તેઓ સન્માનના અધિકાર છે. જે તેઓ કરી રહ્યા છે તે પણ એક પ્રકારની દેશભકિત છે. આ પહેલીવાર છે કે મોદીએ જાહેરમાં વસ્તી વધારાનો મુદ્દો ઉઠાવ્યો છે.

લાલ કિલાથી દેશને સંભોધિત કરતા પીએેમ મોદીએ વસ્તી વધારાની સમસ્યાને દેશ સામે રજૂ કરી. તેમને દેશ વાસીઓથી અપીલ કરી છે કે વસ્તી વધારાને અંકુશમાં રાખવા સહયોગ કરે. પીએમ મોદીએ કહ્યું કે નાનું પરિવાર રાખીને પણ દેશભકિત જાહેર કરી શકાય છે. આપણા દેશમાં સામાજિક જાગૃતિની આવશ્કતા છે.

તેમને કહ્યું કે, નાના પરિવારની નીતિનું પાલન કરનાર રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. આ પણ દેશભકિતનું એક સ્વરૂપ છે. ઉપરાંત તેમને વસ્તી વધારાને શિક્ષા અને રોજગારથી પણ જોડ્યું. તેમનું કહ્યું કે,વસ્તીને શિક્ષિત અને સ્વસ્થ રાખવી જરૂરી છે. અમે અશિક્ષિત સમાજ વિશે વિચારી શકતા નથી. તેથી નાનું પરિવાર હશે તો પરિસ્થિતિઓ સરળ બનશે. જેમનું નાનું પરિવાર છે તેમનાથી શીખવાની જરૂર છે.

(6:52 pm IST)