મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

રશિયામાં પ્લેનનાં એન્જીનમાં પક્ષી ફસાતા ઈમરજન્સી લેન્ડિંગ : 23 યાત્રીઓ ઘાયલ

એરબસ 321માં 234 યાત્રીઓ સવાર:એરપોર્ટની પાસે એક મેદાનમાં લેન્ડિંગ કરાવાયુ

એક રશિયન વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ.  વિમાનના એન્જીનમાં કેટલાંક પક્ષીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ પ્લેનને ઉડાન ભરવામાં મુશ્કેલી પડી રહી હતી.

  એરલાઈને જણાવ્યુ હતુકે, યુરાલ એરલાઈનની ઉડાન મોસ્કોના ક્રિમિયાના સિમ્ફરોપોલની ઉડાન ભરી રહ્યુ હતુ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છેકે, તેને પગલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓછામાં ઓછા 23 જેટલાં યાત્રીઓ ઘાયલ થયા છે.

   એરબસ 321માં 234 યાત્રીઓ સવાર હતા. વિમાનને એરપોર્ટની પાસે એક મેદાનમાં લેન્ડિંગ કરાવાયુ હતુ. સુરક્ષા ચિંતાઓને કારણે રશિયાના એરલાઈન ઉદ્યોગને ઘણું નુકસાન થયુ છે. જેણે હાલનાં વર્ષોમાં ઘણી ઘાતક દુર્ઘટનાઓનો સામનો કર્યો છે.

(5:27 pm IST)