મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

73માં સ્વતંત્રતા દિવસ પર ઈફ્કો (IFFCO)એ ખેડૂતોને આપી મોટી ભેટ : સસ્તુ થયું રાસાયણિક ખાતર : DAP અને NPK ખાતરની પ્રતિ બોરી એ 50 રૂપિયાનો કર્યો ઘટાડો કર્યો

અમદાવાદ : ભારત પોતાનો 73મો સ્વાતંત્ર દિવસ મનાવી રહ્યું છે. આ અવસર પર ઉર્વરક કંપની ઈફ્કો (IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઈફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં કેન્દ્ર સરકારની મોદી સરકારે ગેર-યૂરિયા ખાતરની કિંમતોમાં સ્થિરતા લાવવા માટે સબસિડી વધારી દીધી છે. આના કારણે સરકારી ખજાના પર 22 હજાર કરોડનો વધારે ભાર પડશે. પોષક તત્વોથી ભરપૂર ખાતરની ઉપલબ્ધતા વ્યાજબી ભાવો પર સુનિશ્ચિત કરવા માટે, કૃષી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવાના ઈરાદે સરકારે આ પગલુ ભર્યું છે.

નવી કિંમતો - ઈફ્કો તરફથી ઘટાડા બાદ હવે NPK Iનો ભાવ હવે 1250 રૂપિયા બેગથી ઘટીને 1200 રૂપિયા પ્રતિ બેગ આવી ગયો છે. જ્યારે NPK IIના ભાવ હવે 1260ને બદલે 1210 રૂપિયા પ્રતિ બેગ થઈ ગયા છે. આજ રીતે એનપીએના ભાવ 1000 રૂપિયાથી ઘટી 950 રૂપિયા પર આવી ગયા છે.

ડીએપીનું પૂરૂ નામ ડાઈઅમોનિયમ ફોસ્ફેટ હોય છે. આ ખાતરમાં અડધાથી વધારે માત્રામાં ફોસ્ફરસ હોય છે. તેનો કેટલોક ભાગ પાણીમાં ઘુલનશીલ હોય છે, જ્યારે કેટલોક ભાગ માટીમાં મળી જાય છે. DAP જમીનની ઉર્વરા શક્તિને વધારવાની સાથે સાથે તેને પોચી-પોચી બનાવે છે, જે મૂળીયાઓને ફેલાવવામાં મદદ કરે છે. જ્યારે જડ મજબૂત થાય છે, તો પાકને વધારે ફળ મળે છે.

એનપીકે ખાતરમાં નાઈટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ મળે છે. આ ખાતરનું કામ હોય છે છોડ અને ફળને મજબૂત કરવાનું. આ ખાતરના પ્રયોગથી ફળની ફળ પડી જવાની સમસ્યા ઓછી થઈ જાય છે. બંને ખાતર દાણાદાર હોય છે, જેથી તેનો પ્રયોગ પાકની વાવણી સમયે જ કરવામાં આવે છે. જેથી છોડ મજબૂત થાય અને મૂળીયા વધારેમાં વધારે ફેલાઈ શકે.

(8:34 pm IST)