મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

ગુજરાતના ૩૩ સહિત દેશભરના ઇન્કમટેક્ષના 131 જોઇન્ટ કમિશનર અને એડિશનલ કમિશનરોની એક ઝાટકે બદલી CBDT : વહીવટી પારર્દિશતા લાવવા માટે તાત્કલિક અસરથી અમલ

નવી દિલ્હી : સીબીડીટીએ વહીવટી પારર્દિશતા લાવવા માટે તાત્કલિક અસરથી અમલથી બને તે રીતે આજરોજ દેશના 131 જોઇન્ટ કમિશનર અને એડિશનલ કમિશનરોની બદલીના હુકમો કર્યો છે. જેમાં ગુજરાતના 33 અધિકારીઓનો સમાવેશ થાય છે.

જુલાઈ-મહિનાના અંતે ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરોની બદલીના ઓર્ડર અમદાવાદ આવકવેરા કચેરી ખાતેથી કરવામાં આવ્યા હતા.

આવકવેરાના કેટલાક એડિશનલ અને જોઇન્ટ કમિશનરોને ગુજરાતમા જ આંતરિક બદલી કરાઈ છે. હવે તેમને ડિટેઇલ પોસ્ટિંગ આપવામા આવેશે. જ્યારે કેટલાક અધિકારીઓને ગુજરાત બહાર બદલી કરાઈ છે. ગુજરાતમાં જ રાખવામાં આવ્યા છે તેમાં અંકિતા પાંડે, શિબાજી સિમલાઈ, જ્યોતિ શાહ, રમેશકુમાર સાધુ, નિલાભાર દાસગુપ્તા, વી.એન.ત્રિવેદી, અનુપમા સિંગલા, જયંત ઝવેરીનો સમાવેશ થાય છે.

જ્યારે ગુજરાત બદલી કરાઈ છે તેમાં જી.બી.મહેતા રાજસ્થાન, ભૂમિકાબહેન પટેલ, મુંબઈ, એમ.આનંદકુમાર મુંબઈ, બી.પી. શ્રીવાસ્તવ મુંબઈ, વિજયકુમાર લખનઉ, અનિલ ઢાંકા જયપુર સહિત કુલ 33 અધિકારીઓની બદલી કરાઈ છે.

(3:43 pm IST)