મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

દેશભરમાં આન, બાન અને શાનથી સ્‍વતંત્ર પર્વની ઉજવણીઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી :દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગુરૂવારે સવારે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો. તેમણે વડાપ્રધાન તરીકે લાલ કિલાની પ્રાચીર પરથી દેશને છઠ્ઠીવાર સંબોધિત કર્યો. તેમણે લગભગ 92 મિનિટ સુધી ભાષણ આપ્યું. દરમિયાન તેમણે બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. તેમણે વીરોને નમન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે દેશનું ભવિષ્ય સર્વસ્વ છે, રાજકીય ભવિષ્ય કશું મહત્વનું નથી. પીએમ મોદીએ પોતાના ભાષણના અંતમાં 'જય હિંદ' અને 'ભારત માતા કી જય'ના ઉદઘોષથી કર્યો

તેમણે કહ્યું કે અત્યારે નવી સરકાર બન્યાને 10 અઠવાડિયા પણ થયા નથી અને કલમ 370 દૂર કરવી, કલમ 35 દૂર કરવી સરદાર વલ્લભભાઇ પટેલના સપનાઓને સાકાર કરવા જેવું છે. પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુક્તિ મળીવડાપ્રધાન તરીકે તેઓ દેશને છઠ્ઠીવાર સંબોધિત કરશે. પહેલા પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ... 

સ્વતંત્રતા દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ પોતાના આવાસ પર તિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે અન્ય નેતા તથા મંત્રી પણ હાજર રહ્યા. કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ પોતાના ભાષણમાં કેટલાક મહત્વના મુદ્દા પર વાત કરી શકે છે

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દરમિયાન જાહેરાત કરી કે દુનિયા ભારતને બજાર ગણે છે પરંતુ હવે આપણે પણ દુનિયા માટે તૈયાર રહેવું પડશે. દરેક જીલ્લામાં એક ખૂબી છે, જેને દુનિયામાં પ્રચારિત કરવી જોઇએ. દેશના ઉત્પાદનને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવો જરૂરી છે

પીએમ મોદીએ કહ્યું કે લોકોને કરી અપીલ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દરમિયાન લોકોને અપીલ કરતાં કહ્યું કે તે પોલીથીનનો ઉપયોગ કરે અને દુકાનદારોને પણ આમ કરવા માટે કહો. તેમણે કહ્યું કે તમારે થેલીનો ઉપયોગ કરવો જોઇએ. 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક રોકવા માટે કામને આગળ વધારવું પડશે. સાથે વડાપ્રધાનમંત્રીએ પોતાની દેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાની વાત કહી, સાથે તેમણે કહ્યું કે એક નારો આપ્યો 'લકી કલ કે લિયે લોકલ'. તેમણે ડિજિટલ પેમેંટનું હા અને કેશ ના કહેવાની અપીલ કરી. વડાપ્રધાને દરમિયાન લોકોને અપીલ કરતાં કહ્યું કે તમે દુનિયા ફરવા જાવ છો પરંતુ હવે નક્કી કરો કે 2022 પહેલાં પોતાના દેશના 15 ટૂરિસ્ટ પ્લેસ પર જશો. તમે જ્યારે દેશમાં ફરશો તો દુનિયાને સુંદરતા બતાવી શકશો. સાથે સાથે તેમણે ખેડૂતોને પણ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવા ઓછો કરવાની અપીલ કરી.  

લાલકિલ્લા પરથી મોદીએ કરી મોદી જાહેરાત- ત્રણેય સેનાઓના સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ'
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. ત્રણેય સેનાઓનો તાલમેલ વધારવા માટે હવે તેમના એક સેનાપતિ બનાવવામાં આવશે. જે 'ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ' (CDS) કહેવામાં આવશે. સેનાના ઇતિહાસમાં પદ પહેલીવાર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ત્રણેય સેનાઓને એકસાથે ચાલવું પડશે

લાલ કિલ્લા પરથી મોદીનો હુંકાર, આતંકવાદને એક્સપોર્ટ કરનારાઓને ભારત બેનકાબ કરશે
પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયાના કોઇને કોઇ ભાગમાં કંઇક થઇ રહ્યું છે, એવામાં ભારત મૂકદર્શક બની નહી રહે. તેમણે જાહેરાત કરી કે આતંકવાદ વિરૂદ્ધ ભારત પોતાની લડાઇ ચાલુ રાખશે, આતંકવાદને એક્સપોર્ટ કરનારાને બેનકાબ કરવાનો સમય આવી ગયો છે. કેટલાક લોકોને ભારત સાથે-સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાઇ રહ્યો છે. પીએમ મોદીએ અફઘાનિસ્તાનને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે દરમિયાન સેનાના જવાનોનો આભાર વ્યક્ત કર્યો અને તેમના યોગદાનની પ્રશંસા કરી

આજે દેશની વિચારસણી બદલાઇ ગઇ છે: મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશની વિચારસણી બદલાઇ ગઇ છે, પહેલાં જે વ્યક્તિ બસ સ્ટેશનની માંગ કરતો હતો આજે તે પૂછે છે કે સાહેબ, એરપોર્ટ ક્યારે આવશે. પહેલાં ગામડાઓમાં પાકા માર્ગોની માંગ થતી હતી અને આજે લોકો પૂછે છે કે રોડ પર ફોરલેન બનશે કે 6 લેન. તેમણે કહ્યું કે દેશનો મિજાજ બદલાઇ રહ્યો છે

'ભ્રષ્ટાચારની બિમારીને દૂર કરવાની જરૂર'
પીએમ મોદીએ દરમિયાન કહ્યું કે અમે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વ્યવસ્થામાં ફેરફાર થવો જરૂરી છે અને ભ્રષ્ટાચારથી મુક્તિ હોવી જોઇએ. અમારા મિશનમાં જે અડચણો બની રહ્યા હતા, અમે તેમને છુટ્ટી કરી દીધી અને કહ્યું કે તમારું રસ્તો અલગ છે. દેશમાં ભાઇ-ભત્રીજાવાદ એક ઉધઇની માફક છે, બિમારીને ભગાવવી જરૂરી છે. તેમણે કહ્યું કે હવે જરૂરી છે કે ધીરે-ધીરે સરકાર લોકોના જીવનમાંથી બહાર નિકળ્યા અને લોકો આઝાદી વડે પોતાની રીતે આગળ વધી શકીએ. કોઇપણ સરકારનું દબાણ જોવું જોઇએ, પરંતુ મુસીબતના સમયે સરકાર હંમે લોકોની સાથે ઉભી રહેવી જોઇએ. અમારી સરકારે દરરોજ એક કાયદો ખતમ કર્યો છે, જેથી લોકો પરથી બોજો ઓછો થઇ શકે. સરકારના 10 અઠવાડિયામાં પણ 60 કાયદાઓને ખતમ કરવામાં આવ્યા છે

વસ્તીવધારાના મુદ્દે મોદીએ કર્યો પ્રહાર, કહ્યું- નાનો પરિવાર રાખવો દેશભક્તિ
વડાપ્રધાને કહ્યું કે જે પ્રકારે લોકોએ સ્વચ્છતા માટે અભિયાન ચલાવ્યું, હવે સમય આવી ગયો છે કે પાણીને બચાવવા માટે પણ કંઇક આવું કરવામાં આવે. પાણીને બચાવવા માટે આપણે 4 ગણી સ્પીડે કામ કરવું જોઇએ. પીએમ મોદીએ દરમિયાન વધતા જતા વસ્તી વધારાને લઇને ચિંતા વ્યક્ત કરી, તેમણે કહ્યું કે અમે વિષયને લઇને આગામી પેઢી માટે વિચારવું પડશે. સીમિત પરિવારથી ના ફક્ત પોતાનું ભલુ થશે પરંતુ દેશનું પણ ભલુ થશે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો વિષય પર આગળ કદમ ઉઠાવી ચૂક્યા છે અને સીમિત પરિવારના ફાયદાને લોકો સમજાવી રહ્યા છે તેમણે આજે સન્માનિત કરવાની જરૂર છે. નાનો પરિવાર રાખવો દેશભક્તિની માફક છે. ઘરમાં કોઇપણ બાળક લાવતાં પહેલાં વિચારો શું તમે તેના માટે તૈયાર છો, તેની જરૂરિયાતોને પુરી કરવા માટે તૈયાર છો.

દરેક ઘરે પાણી માટે મોદીએ કરી મિશનની જાહેરાત
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે દેશમાં ગરીબી ઓછી કરવાની દિશામાં પગલાં ભર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી દરેક પક્ષ સરકારે દેશની ભલાઇ માટે કંઇક ને કંઇક કર્યું છે, પરંતુ હજુ પણ 50 ટકા લોકોના ઘરમાં પાણી ઉપલબ્ધ નથી. લોકોને પાણી માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓની સામનો કરવો પડે છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર હવે દરેક ઘરે જળ તરફ પગલાં આગળ વધારી રહી છે. પીએમ મોદીએ દરમિયાન જલ જીવન મિશનની જાહેરાત કરી અને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી. તેના હેઠળ જળ સંચય, સમુદ્વના પાણીનો ઉપયોગ, વેસ્ટ વોટનો ઉપયોગ, ઓછા પાણીમાં ખેતી વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દરમિયાન ઉલ્લેખ કર્યો કે એક સંતે નવ વર્ષ પહેલાં કહી દીધું હતું કે એક દિવસ આવશે જ્યારે પાણી કરિયાણા દુકાનમાં વેચાશે.

મોદીનો વિપક્ષ પર પ્રહાર- 370 એટલી સારી હતી તો કાયમી કેમ કરી
વડાપ્રધાને કહ્યું કે બધા રાજકીય પક્ષોમાં કોઇને કોઇ એવો વ્યક્તિ છે, જે કલમ 370 વિરૂદ્ધ અથવા મજબૂત રીતે અથવા આડકરી રીતે બોલી રહ્યું છે. પરંતુ જે લોકો તેની વકાલત કરી રહ્યા છે તેમને દેશ પૂછી રહ્યો છે કે એટલુ જરૂરી છે તો 70 વર્ષ પહેલાં તેમને કેમ અસ્થાઇ બનાવી રાખી હતી. આગળ આવતા અને કાયમી બનાવી રહેતા, પરંતુ તેમાં તમારામાં હિંમત હતી

કલમ 370 પર કેમ બોલ્યા પીએમ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે અમે સમસ્યાને ટાળતા પણ થી અને સમસ્યાને પોષતા પણ અથી. જે કામ 70 વર્ષમાં થયું તે અમારી સરકારે સત્તર દિવસમાં કરી દીધું. સંસદના બંને સદનોને બે તૃતિયાંશ બહુમતથી તેના પર નિર્ણય લીધો. તેમણે કહ્યું કે દેશને મને કામ આપ્યું હતું અને તો બીજી તરફ હું કરી રહ્યો છું. જમ્મ્પ્પ-કાશ્મીરને લઇને 70 વર્ષ સુધી કોઇને કંઇક ને કંઇક કર્યું છે પરંતુ પરિણામ મળ્યા. વડાપ્રધાનમંત્રીએ કહ્યું કે ઘાટીના લોકોને ઘણી સુવિધાઓનો ફાયદો મળી રહ્યો હતો. ત્યાં ભ્રષ્ટાચાર, અલગાવવાદે પોતાના પગ જમાવી લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે દલિતો, ગુર્જર સહિત અન્ય લોકોને અધિકાર મળી રહ્યો નથી જે હવે તેમને મળવાના છે.

ત્રણ તલાક પર શું બોલ્યા વડાપ્રધાન
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું કે અમે 'સબકા સાથ સબકા વિકાસ'નો મંત્ર લઇને ચાલ્યા છીએ, પરંતુ પાંચ વર્ષમાં સબકા સાથ-સબકા વિકાસ અને બધાને વિશ્વાસ થઇ ગયો છે જે દેશના લીધે થયો છે. હવે અમે સંકલ્પ વડે સિદ્ધી તરફ આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે દેશના આતંકવાદ વિરૂદ્ધ એકસાથે લડવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની મુસ્લિમ પુત્રી ભયના ઓથાર હેઠળ જીંદગી જીવી રહી હતી, ભલે તે ત્રણ તલાકનો શિકાર બની હોય પરંતુ તેમના મનમાં ડર રહેતો હતો. ત્રણ તલાકનો ઇસ્લામિક દેશોએ ખતમ કરી દીધો હતો, તો આપણે કેમ કર્યું. જો દેશમાં દહેજ, ભ્રૂણ હત્યા વિરૂદ્ધ કાયદો બની શકે છે તો ત્રણ તલાક વિરૂદ્ધ કેમ નહી

અબકી મોદીએ નહી દેશે ચૂંટણી લડી
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આજે લોકોનો મિજાજ બદલાઇ ગયો છે, 2014 પહેલાં દેશમાં નિરાશાજનક માહોલ હતો. પરંતુ અમે પાંચ વર્ષ વિકાસ માટે કામ કર્યું, અમે દેશના હિતને ધ્યાનમાં રાખી કામ કર્યું. 2019માં તેની અસર જોવા મળી અને ચૂંટણીમાં લોકોને ઉત્સાહ જોવા મળ્યો. 2014થી 2019નો દૌર દેશના લોકોની આકાંશાઓને પુરી કરનાર રહ્યો. આપણા દેશ અને દિમાગમાં ફક્ત દેશ રહ્યો. પીએમ મોદીએ કહ્યું કે 2019માં ના કોઇ નેતા, ના મોદી ચૂંટણી રહ્યા હતા પરંતુ બધા દેશવાસીઓ પોતાના સપના માટે ચૂંટણી લડી રહ્યા હતા

જળસંકટ પર વડાપ્રધાને શું કહ્યું...
લાલકિલ્લા પરથી વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને આજે 90 હજાર કરોડ રૂપિયા સીધા ખાતામાં આપવામાં આવી રહ્યા છે. અમે જળસંકટના નિવારણ માટે અલગથી મંત્રાલય બનાવ્યું. અમે મજૂરો અને ખેડૂતોને પણ પેંશન આપવા માટે પગલા ભરી રહ્યા છીએ. આપણા દેશમાં આજે દેશમાં ડોક્ટરોની જરૂર છે અને નવા કાયદાઓની પણ જરૂરિયાત છે. આજે દુનિયામાં બાળકો સાથે અત્યાચાર થઇ રહ્યા છે, પરંતુ અમારી સરકારે દેશમાં બાળકો વિરૂદ્ધ જુલમ કરનારા વિરૂદ્ધ કાયદો બનાવ્યો

કલમ 370, 35 પર શું બોલ્યા વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે આઝાદી પછી અત્યાર સુધી જેમણે દેશના વિકાસમાં યોગદાન કર્યું છે, તેમને પણ નમન કરીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે નવી સરકારને 10 અઠવાડિયા પણ થયા નથી, પરંતુ થોડા સમયમાં દરેક ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 10 અઠવાડિયામાં કલમ 370, 35 દૂર કરવાના સરદાર વલ્લભાઇ પટેલના સપનાને સાકાર કરવામાં એક પગલું ભર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમ બહેનોના હિત માટે ત્રણ તલાકને ખતમ કરી દેવામાં આવ્યું અને બિલ લાવવામાં આવ્યું.  

વડાપ્રધાન નરેંદ્ર મોદીનું લાલ કિલ્લા પરથી સંબોધન

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધનમાં દેશને સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે રક્ષા બંધનની શુભેચ્છા પાઠવી સાથે જ પૂર પીડિતો માટે ચિંતા પણ વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે કેંદ્વ સરકાર અને રાજ્યની સરકાર એકસાથે મળીને તેમનો સામનો કરી રહ્યા છે. વડાપ્રધાને આઝાદીની લડાઇમાં પોતાનો જીવ ગુમાવનાર સ્વતંત્રતા સેનાનીઓને પણ સલામ કરી. 

(10:44 am IST)