મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

સાહસી સ્કોડ્રોન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા એવોર્ડ

હવાઈ સંઘર્ષ દરમિયાન મોટી ભૂમિકા ભજવી : મિન્ટી અગ્રવાલે નેપથ્ય રહીને વિકટ પરિસ્થિતિમાં સેવા આપી

નવીદિલ્હી, તા. ૧૪ : બાલાકોટ એરસ્ટ્રાઇકમાં સામેલ પાંચ વીર પાયલોટોનું આવતીકાલે સન્માન કરવામાં આવશે. આ ગાળા દરમિયાન સ્કોડ્રોન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવનાર છે. યુદ્ધમાં વિજય સરહદ પર રહીને લડનાર  સિપાહીઓની સાથે નેપથ્યમાં ભૂમિકા અદા કરનાર કેટલાક લોકોના કારણે મોટી સફળતા હાથ લાગે છે.

       સ્કોડ્રોન લીડર મિન્ટી અગ્રવાલે પણ આવી જ સ્થિતિમાં રહીને જોરદાર બુદ્ધિ શક્તિનો પરિચય આપ્યો હતો. પાકિસ્તાની વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદનનો જોરદાર સાથ આપ્યો હતો. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને જ્યારે ભારતમાં બદલાના ઇરાદાથી હુમલાના પ્રયાસ કર્યા ત્યારે એરફોર્સે સફળતાપૂર્વક આ હુમલાને નિષ્ફળ કરી દીધા હતા. ભારતીય પાયલોટ પડોશી દેશના જેટને સરહદ પાર સુધી ખદેડવામાં સફળ રહ્યા હતા. આ કાર્યવાહીને સફળ બનાવવામાં મિન્ટી અગ્રવાલની ભૂમિકા રહી હતી.

(12:00 am IST)