મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

દેશમાં ગોડસેના સંતાનો મને પણ ગોળી મારશે :કાશ્મીરમાં ઇમર્જન્સી જેવી હાલત ;ઓવૈસી

નાગાલેન્ડ, મિઝોરમ, મણીપૂર, આસામ અને હિમાચલ પ્રદેશના લોકો સાથે પણ કશ્મીર જેવું થઇ શકે

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવ્યા બાદ વિપક્ષ દળ મોદી સરકારની આલોચના કરી રહ્યા છે.ત્યારે ઓલ ઇન્ડિયા મઝલિસ એ ઇત્તાહુદુલ મુસ્લિમિન ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા.તેઓએ કહ્યું કે જેવી રીતે કાશ્મીરમાં કર્ફ્યૂ અને પ્રતિબંધ લગાવ્યા છે. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઇ છે.તેઓએ  કહ્યું કે મને વિશ્વાસ છે કે એક દિવસ મને પણ ગોળી મારી દેવામાં આવશે. દેશમાં ગોડસેના સંતાનો આવું કરી શકે છે.
    ઓવૈસીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં આ નિવેદન અપાતા કહ્યું કે કાશ્મીરમાં હાલ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. ત્યાં ન તો ફોન ચાલુ છે અને ન તો લોકોને ઘરની બહાર નીકળવાની અનુમતી અપાતી. પીએમ મોદીએ બંધારણીય પ્રક્રિયા અંતર્ગત નિર્ણય લેવો જોઇએ અને ત્યાંથી કર્ફ્યૂ હટાવવું જોઇએ
   ઓવૈસીએ કહ્યું કે હું નાગાલેન્ડ, મિઝોરમ, મણીપૂર, આસામ અને હિમાચલ પ્રદેશના લોકોને કહેવા માગુ છું કે તેમની સાથે પણ આવું થઇ શકે છે. જે કાશ્મીર સાથે થયું છે. જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે તેમના પર આરોપ લાગી રહ્યાં છે કે તેમના ભાષણમાં પાકિસ્તાનને મદદ મળે છે, તે જવાબમાં ઓવૈસીએ કહ્યું કે આરોપ લગાડનારા ખુદ દેશ વિરોધી છે અને મને એન્ટી નેશનલ કહે છે

(12:00 am IST)