મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

ભારતને ગાળો દેવા જતા ઇમરાનખાને વાતવાતમાં બાલાકોટમાં હુમલો થયાનું સ્વીકારી લીધું :જબરો ભાંગરો વાટ્યો

ઇસ્લામાબાદ :પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન આજે અધિકારીઓને સંબોધતા હતાશા અને નિરાશામાં એવું કહી બેઠેલ કે ભારત પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતએ બાલાકોટ જેવો હુમલો કરવા પ્લાનિંગ કર્યું છે આમ અત્યાર સુધી ભારતે બાલાકોટમાં કોઈ જ હુમલો કર્યો નથી તેવા બણગા ફૂંકનાર ઇમરાનખાને પોતાના જ પ્રવચનમાં સ્વીકારી બેઠા હતા કે બાલાકોટમાં ભારત ત્રાટક્યું હતું
   ઇમરાનખાને પોતાના પ્રવચનમાં કહ્યું કે ભારતે  આઝાદ કાશ્મીર ઉપર હુમલો કરવાનો પ્લાન ઘડી કાઢ્યો છે આ અંગે પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી સાથે બે મિટિંગ અમે કરી છે,ભારતે પુલવામાં હુમલા પછી બાલાકોટમાં જે પગલું ભર્યું હતું તેનાથી પણ વધુ ખોફનાક હુમલો પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં ભારતે કરવા પોગ્રામ બનાવ્યો છે તેવી અમને માહિતી મળી છે

  દુનિયાની નજર અન્યત્ર દોરવા માટે ભારતે કાશ્મીરમાં જે કર્યું છે ત્યારે હવે કાશ્મીર તરફથી નજર હટાવવા માટે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં તેઓએ (ભારતે )પ્લાન ઘડી કાઢ્યો છે

(12:00 am IST)