મુખ્ય સમાચાર
News of Thursday, 15th August 2019

અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર,પાર્લિન ન્યુજર્સી મુકામે ૨૪ ઓગસ્ટ શનિવારે ''જન્માષ્ટમી ઉત્સવ'' ઉજવાશેઃ નંદ મહોત્સવ ૨૫ ઓગસ્ટ રવિવારે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી મુકામે આગામી ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ શનિવારના રોજ ''જન્માષ્ટમી ઉત્સવ'' ઉજવાશે.

ઉજવણી અંતર્ગત ઠાકોરજીને પંચામૃત સવારે ૭-વાગ્યે, શૃંગારમાં તિલક દર્શન સવારે ૧૧-૩૦ કલાકે રાજભોગ બપોર ૧-વાગ્યે તથા ઉત્થાપન સાંજે ૬.૩૦ કલાકે, સંધ્યા આરતી સાંજે ૭-૩૦ વાગ્યે, શયન જાગરણ રાત્રે ૯-૩૦ કલાકે તથા ભજન સંધ્યા રાત્રે ૧૦ વાગ્યાથી ૧૧.૫૦ દરમિયાન થશે.

કૃષ્ણ જન્મ રાત્રે ૧૨-કલાકે થશે. આ તકે દહી-હાંડીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં જોડાવા સહુ વૈશ્નવોને આમંત્રણ પાઠવાયુ છે. જન્માષ્ટમી દર્શન બાદ મંદિરમાં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાની પાર્કીગ વ્યવસ્થા વોશીંગ્ટન રોડ ઉપર મિડલ સ્કૂલ ખાતે કરવામાં આવી છે.

૨૫ ઓગ.રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પલના દર્શન દરમિયાન ''નંદ મહોત્સવ'' તેવું મંદિરની યાદીમાં જણાવાયુ છે.

(9:29 pm IST)