મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીનું હેલ્થ બુલેટિન જાહેર :છેલ્લા 24 કલાકથી સ્થિતિ અતિ ગંભીર-નાજુક : આગામી 48 કલાક ખુબ જ મહત્વના :લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર ઝઝૂમી રહ્યાં છે:લાખો કરોડો સમર્થકો દ્વારા વાજપેયીની તંદુરસ્તી માટે ઈશ્વરને પ્રાર્થના

 

નવી દિલ્હી :દિલ્હી સ્થિત aiims hospitle પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈની આજે સાંજે હેલ્થ બુલેટિન બહાર પાડતા જણાવ્યું છે કે શ્રી વાજપેયી છેલ્લા નવ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે, પણ છેલ્લા ચોવીસ કલાકથી તેમની તબિયત ખૂબ જ બગડી છે અને નાજુક જણાઈ રહી છે  અને તેઓ અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. આવતા અડતાલીસ કલાક શ્રી વાજપેયીની તબિયત માટે ખૂબ જ નાજુક ગણાય શકે છે સમગ્ર દેશમાં શ્રી વાજપેયીના સમર્થકો તેમની સારી તબિયત થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(11:16 pm IST)