મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

અમે ધર્મની રાજનીતિ કરતા નથી :હિન્દૂ હોવું અને ધર્મની રાજનીતિ કરાવી બંને અલગ-અલગ બાબતો :રાહુલ ગાંધી

હિંદુ છે બસ થઈ ગયું. જે ધર્મની રાજનીતિ કરે છે તે હિંદુત્વની વાત કરે છે. અમે ધર્મની રાજનીતિ કરતા નથી.

હૈદરાબાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તે સોફ્ટ કે કટ્ટર હિંદુત્વના અનુરાગી નથી. તેલંગણાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ સંપાદકો સાથે વાતચીતમાંએ વાત પર સહમત ન થયા કે, બહુસંખ્યક સમુદાયને રિઝવવા માટે નરમ હિંદુત્વને ગળે લગાવશે.

  તેમણે કહ્યું, હું હિંદુત્વના કોઇપણ પ્રકારમાં વિશ્વાસ રાખતો નથી, ભલે તે સોફ્ટ હિંદુત્વ હોય કે કટ્ટર હિંદુત્વ. હિંદુ છે બસ થઈ ગયું. જે ધર્મની રાજનીતિ કરે છે તે હિંદુત્વની વાત કરે છે. અમે ધર્મની રાજનીતિ કરતા નથી. હિંદુ હોવું અને ધર્મની રાજનીતિ કરવી બંન્ને વાત અલગ-અલગ છે. 

 કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ધાર્મિક નેતાઓ સાથે તેમની મુલાકાત અને ધાર્મિક સ્થળ પર જવામાં કંઇ પણ ખોટુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મતભેદ પર તેમણે ભાર આપીને કહ્યું કે, તે વૈચારિક મતભેદ છે ન કે વ્યક્તિગત. 

બે દિવસીય હૈદરાબાદ પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી, નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બનશે નહીં. તેમણે પૂર્વાનુમાન લગાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને 230 સીટ પણ નહીં મળે અને તેથી નરેન્દ્ર મોદીના બીજીવાર વડાપ્રધાન બનવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ભાજપની બિહાર અને ઉત્તર-પ્રદેશમાં સીટો ઘટશે, કારણ કે ગેર-ભાજપા પક્ષો વચ્ચે ગઠબંધન છે. 

(12:00 am IST)