મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

૧૫ ઓગ.ભારતના આઝાદી દિન નિમિતે સ્‍વાતંત્ર્ય સેનાની મહિલા ગુજરાતી મૂળના સ્‍વ-મેડમ કામાજીને સ્‍મરાંણજલિઃ આજથી ૧૧૧ વર્ષ પહેલા ૨૨ ઓગ.૧૯૦૭નારોજ જર્મનીમાં ભારતીય ધ્‍વજ લહેરાવી દેશભક્‍તિ પ્રદર્શિત કરી હતી

ન્‍યુ દિલ્‍હીઃ ભારતના સ્‍વાતંત્ર્ય દિન ૧૫ ઓગ.ના દિવસે સમગ્ર દેશમાં લહેરાવાનારા ત્રિરંગા ધ્‍વજ પ્રસંગે આજથી ૧૧૧ વર્ષ પહેલા જર્મનીમાં ૨૨ ઓગ.૧૯૦૭ના રોજ ભારતીય ધ્‍વજ લહેરાવી દેશભક્‍તિ પ્રદર્શિત કરનાર ગુજરાતી મૂળના મહિલા ભીકાજી રૂસ્‍તમ કામાને યાદ કરી લેવા જરૂરી છે. જેઓ ભીમાજી કામા તરીકે સુવિખ્‍યાત હતા.

ભીકાજી રુસ્તમ કામા મૂળ ગુજરાતી પરિવારમાંથી હતા અને ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતા હતા. તેઓએ લંડન, જર્મની તથા અમેરિકાનું ભ્રમણ કરીને ભારતની સ્વતંત્રતાના પક્ષમાં માહોલ બનાવ્યો.
-
તેઓએ જર્મનીના સ્ટટગાર્ટ નગરમાં 22 ઓગસ્ટ 1907માં ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં ઝંડો લહેરાવ્યો હતો. માટે તેઓને આજે પણ યાદ કરવામાં આવે છે.
-
ઉલ્લેખનીય છે કે, જ્યારે મેડમ કામાએ જે ધ્વજ લહેરાવ્યો હતો તે એવો નહતો જેવો આજે છે.

મુંબઇમાં વસતા ગુજરાતી પરિવારમાં તેમનો જન્મ  થયો હતો.

- ભીકાજી રુસ્તમ કામાનું સાચું નામ ભીકાજી સોરાબ પટેલ હતું. મુંબઇમાં 24 સપ્ટેમ્બર 161ના રોજ તેઓનો ગુજરાતી પારસી પરિવારમાં જન્મ થયો હતો.
-
તેમના માતાપિતા સોરાબજી ફાર્મજી પટેલ અને જૈજીબાઇ સોરાબજી પટેલ મુંબઇમાં જાણીતા વેપારી હતા. પિતા સોરાબજીએ કાયદાનો અભ્યાસ કર્યો હતો અને જાણીતા ઉદ્યોગપતિ હતા.
-
મેડમ કામાએ ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેઓના લગ્ન રુસ્તમ કે.આર. કામાની સાથે થયા. બંને વકીલ હોવા ઉપરાંત સામાજિક કાર્યકર્તા હતાતેવા રાષ્ટ્ર અને દેશભાવનાના વિચારોથી પ્રભાવિત હતા

તેઓ ભારતની સ્વતંત્રતા માટે સદાય ચિંતિત રહેતા હતા. તેઓએ શ્રેષ્ઠ સમાજ સેવક દાદાભાઇ નૌરોજીના ત્યાં સેક્રેટરી તરીકે કામ કર્યુ હતું.
-
મેડમ કામાએ યુરોપમાં યુવકોને એકઠાં કરીને સ્વતંત્રતા મેળવવા માટે તેઓનું માર્ગદર્શન કર્યુ અને બ્રિટિશ શાસન અંગે જાણકારી આપી.
-
ભીકાજીએ લંડનમાં પુસ્તક પ્રકાશનનું કામ શરૂ કરી દીધું. તેઓએ દેશભક્તિ પર આધારિત પુસ્તકોનું પ્રકાશન કર્યુ.
-
વીર સાવરકરનું '1857 ચા સ્વાતંત્ર્ય લઢા' (1857નો સ્વાતંત્રય સંગ્રામ) પુસ્તક પ્રકાશિત કરવા માટે તેઓને સહાય કરી. એટલું નહીં, તેઓએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે ક્રાંતિક્રારીઓને આર્થિક સહાયતા સાથે અન્ય પ્રકારે સહાયતા પણ કરી હતી.

જ્યારે લહેરાવ્યો ભારતનો પહેલો ધ્વજ

- વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ નામના સ્થળે આતંરરાષ્ટ્રીય સામ્યવાદી પરિષદ પૂર્ણ થઇ. પરિષદ માટે અનેક દેશોના હજારો પ્રતિનિધિ આવ્યા હતા.
-
પરિષદમાં મેડમ ભીકાજી કામાએ સાડી પહેરીને ભારતીય ધ્વજ હાથમાં લઇને લોકોને ભારત અંગે જાણકારી આપી.
-
મેડમ ભીકાજી કામાએ ભારતનો પ્રથમ ધ્વજ લહેરાવ્યો, તેમાં ગ્રીન, કેસરી અને લાલ રંગના પટ્ટા હતા. લાલ રંગ અહીં શક્તિનું પ્રતિક છે. કેસરિયો વિજય તથા ગ્રીન રંગ સાહસ અને ઉત્સાહનું પ્રતિક છે.

તેમણે રર ઓગ. ૧૯૦૭ના રોજ ફરકાવેલા ભારતના ધ્‍વજની ડિઝાઇન અને એજ્યુકેશન જોઇ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

- ધ્‍વજમાં 8 કમળના ફૂલ ભારતના 8 રાજ્યોના પ્રતિક હતા. વંદે માતરમ્ દેવનગરી અક્ષરોમાં ઝંડાના મધ્યમાં લખ્યું હતું.


- ધ્વજ વીર સાવરકરે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને બનાવ્યો હતો. ધ્વજ લહેરાવ્યા બાદ મેડમ કામાએ શાનદાર ભાષણ પણ આપ્યું હતું.


- તેઓએકહ્યું કે, સંસારના કોમરેડ્સ, જુઓ ભારતનો ધ્વજ છે.

(11:04 pm IST)