મુખ્ય સમાચાર
News of Wednesday, 15th August 2018

રામ મંદિરના નિર્માણ માટે કોર્ટની મંજૂરીની જરૂર નથી:મુગલોએ તોડ્યુ હતુ ત્યારે કોઈની મંજૂરી લીધી નહોતી:રામવિલાસ વેદાંતી

લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે : આચાર સંહિતા લાગુ થતા પહેલા કલમ 370ને પણ નાબૂદ કરાશે

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રામજન્મભૂમિ ન્યાયના સભ્ય રામવિલાસ વેદાંતીએ જણાવ્યુ કે, 2019માં લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થવાનુ છે. રામ મંદિરના નિર્માણ માટે સપ્રીમ કોર્ટની મંજૂરીની જરૂર નથી. જ્યારે મુગલોએ મંદિર તોડ્યુ હતુ ત્યારે કોઈની મંજૂરી લીધી નહોતી

 વેદાન્તીએ એપમ પણ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ થવાની તૈયારી છે. આચાર સંહિતા લાગુ થતા પહેલા કલમ 370ને પણ નાબૂદ કરવામાં  આવશે.કેન્દ્રમાં મોદી સરકારે આવતા પહેલા અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો ત્યારે રામ મંદિર બનાવવા માટે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે.

(8:12 pm IST)