મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

ભારત સામે પાકને વધુ મજબૂત બનાવવા હથિયારો પૂરાં પાડશે

પાકિસ્તાનની નૌ સેનાની કાયાપલટનો ઈરાદો : ચીનનો નવો પેંતરો : ભારતના એક નંબરના દુશ્મનને સાત અબજ ડોલરનાં હથિયાર આપશે, યુદ્ધ જહાજો પણ આપશે

નવી દિલ્હી, તા. ૧૫ : ભારત સામે લદ્દાખમાં શિંગડાં ભરાવનારાં ચીને હવે નવો દાવ શ: કર્યો છે. ભારતના એક નંબરના દુશ્મન પાકિસ્તાનને તેણે સાત અબજ ડોલરનાં શસ્ત્રો આપવાની જાહેરાત કરી છે. ચીને ભારત સામે પાકિસ્તાનને મજબૂત કરવા માટે જ આ પગલું ભર્યુ હોવાનું નિષ્ણાતો માને છે. ચીન અબજો ડોલરના શસ્ત્રો પૂરા પાડીને પાકિસ્તાનની નૌ સેનાની કાયાપલટ કરવાનો ઈરાદો ધરાવે છે. ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પર પોતાનો નેવી બેઝ તો બનાવી જ રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાનને ચીન સાત અબજ ડોલરના હથિયારો આપવા જઈ રહ્યુ છે. પાકિસ્તાનને  ચીન સાત ડીઝલ ઈલેક્ટ્રિક સબમરિન, ઉપરાંત ફ્રિગેટ તરીકે ઓળખાતા સ્ટીલ્થ યુધ્ધ જહાજો આપશે.આ જહાજો રડારને ચકમો આપવા માટે સક્ષમ છે.

              પાકિસ્તાનને મળનારા યુધ્ધ જહાજો અને સબમરિન બાદ પાક નેવી વધારે શક્તિશાળી બનશે.આયુધ્ધ જહાજોની રેન્જ ૪૦૦૦ કિલોમીટરની છે.જે તમામ પ્રકારના હથિયારોથી સજ્જ છે.ચીન પાકિસ્તાનને ૨૦૨૩ સુધીમાં સાત પૈકીની ચાર સબમરિનની પણ ડિલિવરી કરી દેશે. યુઆન ક્લાસની સબમરીન ડીઝલ સબમરિનના વર્ગમાં બહુ ઘાતક મનાય છે. ચીન પાકિસ્તાનના સહારે હિન્દમહાસાગરમાં પોતાનો પગ જમાવવા માંગે છે.ગ્વાદરમાં નેવલ બેઝ બનાવવા પાછળ પણ ચીનનો આ જ ઈરાદો છે. અહીં ચીન બહુ ઝડપથી બેઝ બનાવવા માટે બાંધકામ કરી રહ્યું છે. સેટેલાઈટ તસવીરોમાંથી ચીનની આ પોલ ખુલી ગઈ છે.

(7:40 pm IST)