મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બેંકમાં મોટી રકમો જમા કરાવનારાની ફાઇલો ખોલવા સીબીડીટીની મંજુરી માંગી

આવકવેરા તંત્ર મોટા ધડાકાની તૈયારીમાં ?

નવી દિલ્હીઃ મોંઘીદાટ સંપતિના ખરીદ-વેંચાણ અને બેન્કોમાં મોટી રકમો જમા કરાવનાર ૧૪૦૦ લોકોની ફાઇલો ઇન્કમટેકસ ખોલી રહી છે. આમા એવા લોકો પણ સામેલ છે. જેમના ખાતામાં મોટી રકમો જમા કરાવવામાં આવી છે અને  સંપતિઓ-જમીનો-મકાનોની લે-વેચ તો કરી છે પરંતુ આવકવેરા  રીર્ટન ફાઇલ નથી કર્યા.  આ તમામને આવકવેરા ખાતુ નોટીસો મોકલી રહી છે. પૈસા કયાંથી આવ્યા ? તેની જાણકારી માગશે.

આવકવેરા વિભાગ હવે સીબીડીટી (કેન્દ્રીય પ્રત્યક્ષ ૩૨ બોર્ડ)ના આદેશની રાહ જોઇ રહેલ છે.

આવકવેરા વિભાગને મળેલ જાણકારી મુજબ આ તમામ મામલા ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં નોંધાયેલા છે. આમાં એવા લોકો સામેલ છે. જેમણે ૧૦ લાખથી વધુ રકમો બેન્કના ખાતાઓમાં જમા કરાવી છે. પરંતુ તે રકમો કયાંથી આવી ?  તેના શ્રોતાની કોઇ વિગતો આવકવેરા તંત્રને આપી નથી.

આવકવેરા વિભાગને તો અલગ અલગ બેન્કોમાંથી આ વિગતો મળી છે. એટલુ જ નહિ ૩૦ લાખ રૂપિયાથી વધુ કિમતની સંપતિ ખરીદનાર લોકોના શ્રોતાની પણ વિગતો આવકવેરા પાસે નથી.

આવકવેરા ખાતાના જણાવ્યા મુુજબ આ વર્ષના માર્ચ સુધીમાં ૧૪૦૦ લોકોને નોટીસ મોકલી દેવાયેલ હોત પરંતુ લોકડાઉનને લીધે શકય બન્યુ નથી. જેવી સીબીડીટી બોર્ડ તરફથી મંજુરી અને આદેશ મળશે એટલે આ તમામ લોકોની ફાઇલો ખોલીને કાર્યવાહી શરૂ કરાશે. આ જ રીતે દેશભરમાં આ બાબત લાગુ કરી હજારો લોકોને નોટીસ અપાવાની વિગતો બહાર આવી રહી છે.

(4:12 pm IST)