મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન જાહેર

૧૮ થી ર૩ સુધી બધુ જ બંધ રહેશે

મુંબઇ તા.૧પ : ભારતમાં લોકડાઉન ખુલતા જ કોરોના વાયરસના કેસ સતત વધવા લાગ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે.અહિં રોજ ૬૦૦૦ થી વધુ કેસ સામે આવે છે. આ દરમ્યાન રાજય સરકારે લોકડાઉનના બીજા તબકકાની જાહેરાત કરી છે. રાજયમાં હવે ૧૮  થી ર૩ સુધી લોકડાઉન રહેશે. આ દરમ્યાન ફકત મેડીકલ સ્ટોર, દુધની ડેરી, હોસ્પીટલ, ઇમરજન્સી સેવાઓ જ ખુલી રહેશે બાકી બધુ બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં ર૪ કલાકમાં ર૧૩ નવા મોત સાથે મૃતકોની સંખ્યા ૧૦૬૯પ ની થઇ છે.

(4:11 pm IST)