મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

Tiktok ઉપર પ્રતિબંધથી ચીનનું મોટું જાસૂસી હથિયાર છીનવવા જેવું

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબોટ ઓબ્રાયનનો ધડાકો : ચીની એપ્લિકેશન દ્વારા યુઝર્સનો ખાનગી ડેટા સુપર કોમ્પ્યુટરમાં જાય છે : અમેરિકી ડેટા માટે ચીન તલપાપડ રહે છે

વોશિંગ્ટન, તા.૧૫: વ્હાઇટ હાઉસના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે ભારત જેવા દેશ દ્વારા ટિકટોક જેવિ મોબાઇલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાવવાથી ચીનની નિગરાનીના કામથી એક મોટું હથિયાર છીનવાઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન જણાવેલ કે ટ્રમ્પ પ્રશાસન ચીની એપ tiktok વી ચેટ અને અન્ય કેટલીક ઉપર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે તેમણે વધુમાં જણાવેલ કે tiktok જેવી એપથી ઉભા થઇ રહેલ ખતરા ઉપર એક સવાલઙ્ગ ના જવાબ માં કહે કે જેમ આપણે જાણીએ છીએ કે ભારતે પહેલાં જ આ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે જો ભારત અને અમેરિકા માં આ એપ્લિકેશન ના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાગી જાય તો કેટલાક પશ્ચિમી દેશો પણ આ અંગે પ્રતિબંધ લગાવી શકે છે જેનાથી ણૂણૂષ્ટ એટલે કે ચાઈનીઝ કમ્યુનિટી પાર્ટી ના જાસૂસી કે નજર રાખવા ના કામ માંથી એક મોટું હથિયાર છીનવાઈ જશે ઉભરાઈને વધુમાં કહેલ જે બાળકો tiktok નો ઉપયોગ કરે છે અને એ મજેદાર થઈ શકે છે પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ છે જેનો ઉપયોગ કરી શકાય છે તે તમને તમારા બધા ખાનગી ડેટા લઈએ છે તમારા વ્યકિતગત ડેટાનો પણ લઈ લે છે તેઓએ જાણવા માગે છે કે તમારા મિત્રો કોણ છે, તમારા માતા પિતા કોણ છે અને તમારા બધા સંબંધોની તપાસ કરી શકે છે આ અંગેની બધી સૂચના સીધી ચીનમાં સુપર કોમ્પ્યુટર માં જઈ રહી છે ચીન તમારા વિશે બધું જાણી રહ્યું છે તમારે તેને લઈને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ કે તમે કોને તમારી ખાનગી માહિતી આપો છો. તેમણે અંતમાં જણાવેલ કે પ્રશાસન ન ફકત ટીકટોક પણ વિચેટ અને અન્ય કેટલીકઙ્ગ ચીની એપ્લિકેશન ઉપર પણ વિચાર કરી રહ્યું છે કેમકે ચીન અમેરિકાના ખાનગી ડેટા મેળવવા માટે ખૂબ જ તલપાપડ રહે છે.

(4:09 pm IST)