મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સચિન પાયલટ સરકાર તોડવા માટે પૈસાની ડીલ કરતા હતા, મારી પાસે પુરાવા છેઃ ગેહલોત

રાજસ્થાન એસઓજીનો ધડાકોઃ અમારી પાસે સ્ફોટક ટેપ છે, જેમાં સચિન પાયલટ ૨૦ કરોડથી વધુની ડીલ કરી રહ્યા છે

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું છે કે, ભાજપ ધારાસભ્યોની ખરીદીના પ્રયાસો કરતુ હતુઃ સચિન પાયલટ ખુદ સરકાર તોડવા ડીલ કરતા હતાઃ અમારા ધારાસભ્યોને પૈસાની લાલચ અપાતી હતીઃ મારી પાસે પુરાવા છેઃ ૩૦-૩૦ કરોડની ઓફર કરવામાં આવતી હતીઃ લોકતંત્રને સમાપ્ત કરવા પ્રયાસો થતા હતાઃ હવે ખુદ ષડયંત્રમાં સામેલ નેતા સ્પષ્ટતાઓ કરી રહ્યા છેઃ દિલ્હીમાં બેઠેલા લોકોએ મારી સરકાર પાડી દેવાનું ષડયંત્ર ઘડ્યુ હતું: કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવું ષડયંત્ર હતું: આજે સીબીઆઇ, ઇન્કમ ટેક્ષ, ઇડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છેઃ દરમિયાન રાજસ્થાન એસઓજીના સૂત્રોએ કહ્યું છે કે, અમારી પાસે સ્ફોટક ટેપ છેઃ જેમાં સચિન પાયલટ દરેક નેતાઓ સાથે ૨૦ કરોડથી વધુ રકમની ડીલ કરી રહ્યા છેઃ તેઓ ભરપૂર હોર્સ ટ્રેડીંગ ચલાવતા હતાં

(4:08 pm IST)