મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

ભારે વરસાદથી મુંબઇના હાલ-બેહાલ ૮ ઇંચ જેટલો વરસાદ પડવા આગાહી

ઠેરઠેર પાણી ભરાયાઃ ટ્રાફિક જામઃ જનજીવનને અસર

મુંબઇ તા. ૧પ : મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે થયેલા વરસાદે લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. ઠેરઠેર પાણી ભરાયા છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ બે દિવસ ભારે વરસાદ પડવાના સંજોગો છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

આજે સવારે વિલેપાર્લ અને શાંતાકુઝમાં ટફીક જામ થઇ ગયો હતો. સાયન, કિંગ સર્કલ, ખાર, હિન્દમાતા, જેવા વિસ્તારોમાં રસ્તા તળાવ બની ગયા હતા.

ભારે વરસાદને કારણે જનજીવનને અસર પડી છે. રોજ કરતા ઓછા લોકો રસ્તા પર દેખાય રહ્યા છે.

આજે હાઇટાઇડની પણ ચેતવણી આપવામાં આવી છે. ૭.૦ર કલાકે તે આવશે ૪ મીટર ઉંચા મોજા ઉછળે તેવી શકયતા છે.

આજે બાંદ્રામાં ૩ ઇંચ તો મહાલક્ષ્મીમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન ખાતાના કહેવા મુજબ હજુ ભારે વરસાદ પડશે. ૮ ઇંચ જેવા વરસાદની શકયતા છે.

(4:01 pm IST)