મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

ઇસ્લામિક સંસ્થા ઇદારા એ શરિયાહ પટના (બિહાર)ના સાથીદારો સમા બે સગાભાઇ સૈયદ સાહેબોની પાંચ કલાકમાં જ વફાતથી સુન્ની સમાજ હતપ્રત

પટના (બિહાર) તા. ૧પ :.. ઇસ્લામિક સમસ્યાઓના હલ કરવા માટેની જુની પુરાણી મુસ્લિમોની સંસ્થા 'ઇદારા એ શરીયાહ' પટના (બિહાર)ના સાથીદાર જનાબ સૈયદ ખુરશીદ હાશમી તા. ૧૩ ને સોમવારના મોડી રાત્રે વફાત પામ્યા છે.

આ વાત હજુ પ્રસરી હતી ત્યાં જ ઇદારા એ શરીયાહ મુગ્ધ કમિશનરીના પ્રમુખ, ખતીબુલ બરાહીન, આલિમે બા અમલ તરીકે જાણીતા હઝરત મૌલાના સૈયદ શાહ ઇકબાલ અહેમદ હસની તા. ૧૪ ના મંગળવારે વ્હેલી સવારે વફાત પામ્યાની ખબર ફેલાઇ હતી.

આ બાબતે ઇદારા એ શહીયાદ - પટનાના સંચાલક મૌલાના કુત્બુદીન રઝવીએ કહયું કે આ બન્ને સગાભાઇ હતાં. સૈયદ ખુરશીદ હાશમી (ઉ.૬૮) ત્થા સૈયદ ઇકબાલ અહેમદ હસની (ઉ.વ.૬પ) (રે. ગયા) બન્નેની  એક  જ રાત્રિમાં ચાર-પાંચ કલાકના સમયગાળાના અંતરમાં વફાત થઇ છે. જે દુઃખદ ખબરથી બિહારના સુન્ની સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

અત્રે એ નોંધનીય છે કે, સૈયદ ખુરશીદ હાશમી સાહેબ જબરા કવિ, લેખક હતાં. કૌમી તનયુમ નામે પટનાથી પ્રસિધ્ધ થતા દૈનિકમાં ૩૦ વર્ષ સુધી સેવા આપેલ અને હાલમાં તાશિર નામના દૈનિકમાં જોડાયેલા હતાં.

જયારે તેઓના નાનાભાઇ મૌલાના સૈયદ ઇકબાલ અહેમદ હસની સાહેબ એક આલિમ હતાં. ગયા (બિહાર) નામના શહેરમાં તેઓએ ઇસ્લામ વિદ્યાપીઠ નામે આ બરકાત પીર મન્સુરની સ્થાપના કરી હતી.

ઇદારા એ શરીયાહ જારખંડ (પટના- બિહાર)ના વડા અને માજી સાંસદ, ભારતના જાણીતા ઉલેમા હઝરત મૌલાના ગુલામ રસૂલ બલિયાળ હમેંશા આ બન્ને ભાઇઓની માન મર્યાદા જાળવતા હતા તેઓને સન્માન આપતા હતાં. તેઓએ સંસ્થાના બે સાથીદારને ગૂમાવી દેવાતા આ સુન્ની  મુસ્લિમ સમાજને હતપ્રત કરી દેનારી ઘટના અંગે શોક વ્યકત કર્યો છે.

(2:55 pm IST)