મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સમય અનુસાર સ્કિલમાં બદલાવ કરવો જરૂરી

વિશ્વ યુવા કૌશલ દિવસના અવસર પર વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીનું યુવાઓને સંબોધન

નવી દિલ્હી તા. ૧૫ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ યુવા કૌશલ દિવસના અવસર પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું. આ દિવસે સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆતની ૫મી વર્ષગાંઠનું પ્રતિક છે. આ અવસરને લઇને કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા એક ડિજિટલ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ યુવાઓના કૌશલને નમન કરતાં કહ્યું કે સમય અનુસાર સ્કિલમાં બદલાવ લાવવો જરૂરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ૨૧મી સદીના યુવાઓને સમર્પિત છે, આજે સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત છે. બદલાતા સમયે સ્કિલમાં ફેરફાર કર્યો છે. આજે આપણા યુવાઓ ઘણી નવી વાતોને અપનાવી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયામાં આરોગ્ય વિભાગમાં ઘણા દરવાજા ખુલ્યાં છે.ઙ્ગ

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે યુવાનો નવી સ્કીલને ઝડપથી અપનાવી રહ્યાં છે, યુવાઓના કૌશલને નમન, સ્કિલ ઇન્ડિયા યુવાનોની મોટી તાકાત છે. સ્કિલનો મતલબ નવું શીખવું, કોરોનામાં યુવાઓએ કામ કરવાની રીત બદલી, સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવન જીવવાની શકિત આપે છે.

પીએમ મોદીએ કહ્યું દેશમાં હવે શ્રમિકોની નોંધણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને સરળતા થશે. પીએમએ કહ્યું કે નાની-નાની સ્કિલ જ આત્મનિર્ભર ભારતની શકિત બનશે.ઙ્ગ

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટમાં લોકો પૂછે છે કે આજના સમયમાં કેવી રીતે આગળ જઇ શકાય. જેનો એક જ મંત્ર છે કે તમે સ્કિલને મજબૂત બનાવો. હવે તમારે હંમેશા સમય અનુસાર નવું કાંઇક શીખવાની ધગશ રાખવી પડશે. પીએમ મોદીએ કહ્યું દરેક સફળ વ્યકિતએ પોતાની સ્કિલને સુધારવાની તક શીખવી જોઇએ.

(1:03 pm IST)