મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

હોંગકોંગ મુદ્દે ચીનને મોટો ફટકો : ટ્રમ્પએ કાયદા અને કાર્યવાહીના આદેશ પર કર્યા હસ્તાક્ષર

હોંગકોંગની સ્વતંત્રતાને ખતમ કરી રહેલા લોકો અને સંસ્થાઓને જવાબદાર ઠેરવી શકાશે

વૉશિંગ્ટન: અમેરિકાએ હૉંગકૉંગના મુદ્દાને લઈને ચીનને મોટો ફટકો આપ્યો છે. હોંગકોંગ ઉપર નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગૂ કરીને ચીને લોકો પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે. જેના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક કાયદા અને કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

 

નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે એક કાયદા અને આદેશ પર સાઈન કરી છે, જે હોંગકોંગના લોકો વિરુદ્ધ અત્યાચાર માટે ચીનને જવાબદાર ઠેરવે છે. ચીન દ્વારા હોંગકોંગ સુરક્ષા કાયદો લાગૂ કરવામાં આવ્યા બાદ અમેરિકા સતત ચીનની ટીકા કરતું આવ્યું છે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “તેમણે હોંગકોંગના ઓટોનમી એક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. જે ચીનને જવાબદાર ઠેરવવા માટે શક્તિશાળી હથિયાર રહેશે. આ કાયદો ટ્રમ્પ ઓથોરિટીને હોંગકોંગની સ્વયત્તત્તાને સમાપ્ત કરી રહેલો વિદેશી લોકો અને બેંકો પર પ્રતિબંધનો અધિકાર આપશે.”

મીડિયા સાથે વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે, “આ કાયદાથી હોંગકોંગની સ્વતંત્રતાને ખતમ કરી રહેલા લોકો અને સંસ્થાઓને જવાબદાર ઠેરવી શકાશે. આપણે સૌ જાણીએ છીએ કે, ત્યાં શું થયું? તેમની સ્વતંત્રતા અને અધિકાર ઉપર તરાપ મારવામાં આવ્યા છે

 

(12:49 pm IST)