મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

નવેમ્બર માસમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં જીતી જવાનો ટ્રમ્પનો આત્મવિશ્વાસ : બીજી ટર્મમાં પણ દેશનો આર્થિક વિકાસ કરી બતાવીશ

વોશિંગટન : વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નવેમ્બર માસમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં જીતી જવાનો  આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે બીજી ટર્મમાં પણ હું દેશનો આર્થિક વિકાસ કરી બતાવીશ

આ બાબતના સમર્થનમાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં જ  આપણે 5 મિલિયન લોકોને રોજગારી અપાવી શક્યા છીએ. અને છેલ્લા એક મહિનામાં જ 2.8 મિલિયન લોકોને રોજગારી મળી હતી.જે એક મહિનામાં મળેલી નવી રોજગારીનો રેકોર્ડ છે.અત્યાર સુધીમાં કોઈ આ કરી શક્યું નથી જે અમે કરી બતાવ્યું છે.

પત્રકારે તેઓને નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં તમે જીતશો કે કેમ તે અંગે પૂછેલા સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

(12:24 pm IST)