મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સચિન પાયલોટ વિરુદ્ધ કાર્યવાહીથી કોંગ્રેસના નેતાઓ વ્યથિત : અનેક દિગજ્જ નેતાઓ સમર્થનમાં આવ્યા

જિતિન પ્રસાદ અને પ્રિયા દત્ત બાદ હવે વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે બળવો કરનાર નેતા સચિન પાયલટ કાર્યવાહી કરી છે,પાયલોટને નાયબ મુખ્યમંત્રી પદ અને  પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. સચિન પાયલટ પર કાર્યવાહીથી જિતિન પ્રસાદ અને પ્રિયા દત્ત જેવા યુવા નેતાઓ દુ:ખી છે, ત્યારે હવે વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

હજુ સુધી સચિન પાયલટે પોતાના આગામી પગલા અંગે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ તેમના સમર્થનમાં કોંગ્રેસની અંદરથી જ અવાજ ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સચિન પાયલટની હકાલપટ્ટી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ પાયલટના પાર્ટી છોડવાને લઈને દુખી છે.

શશિ થરૂરે ટ્વીટ કર્યું છે કે, “હું સચિન પાયલટના કોંગ્રેસ છોડવાની લઈને દુ:ખી છું. કાશ વાત આટલા આગળ સુધી ના પહોંચી હોત. અલગ થવા કરતાં પાયલટે પોતના અમારા સપમા પૂરા કરવા માટે પાર્ટીને વધારે પ્રભાવશાળી બનાવવાના પ્રયત્નોમાં સામેલ થવું જોઈતું હતું.”

કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્તે પણ સચિનને પક્ષ રજી કરતા જણાવ્યું કે, મહત્વકાંક્ષી હોવું કોઈ ગુનો નથી. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટનું નામ લીધા વિના જ જણાવ્યું કે, જેમણે કોંગ્રેસમાં સંકટ સમયે આકરી મહેનત કરી, તેમનું પાર્ટીમાંથી જવું દુ:ખદ છે.

બીજી તરફ કોંગ્રેસના અન્ય યુવા નેતા જિતિન પ્રસાદે પણ સચિન પાયલટ મામલે દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે, સચિન પાયલટ માત્ર એક સહયોગી જ નહીં, પરંતુ મારા મિત્ર પણ હતા. તેમણે પાર્ટી માટે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કામ કર્યું છે. આશા છે કે, આ સ્થિતિ જલ્દી થાળે પડશે.

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પણ પાર્ટીની સ્થિતિને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી

(11:21 am IST)