મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગરેપઃ સંચાલક સહિત ૮ લોકો સામે કેસ નોંધાયો

કરનાલ,હરિયાણા,તા.૧૫ : સીએમ સિટી કરનાલ (Karnal)ના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ (Gang Rape) કરવાનો મોટો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસ (Police)એ ૮ વેપારીઓ વિરુદ્ઘ ગેંગરેપ અને આર્મ્સ એકટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જયારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જયારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી. PGમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીની મળી લાશ, સુસાઇડ નોટ પર ઊભા થયા સવાલ ૮ લોકો વિરૂદ્ઘ કેસ નોંધાયો

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર ૮ આરોપીઓની વિરૂદ્ઘ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

(11:16 am IST)