મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

રાજસ્થાન : પાયલટ એન્ડ કંપનીને અયોગ્ય ઠેરવવા તૈયારી : ગેહલોત લ્યે છે કાનુની સલાહ

રાજસ્થાનમાં કાનુની જંગ જામવાના એંધાણ

નવી દિલ્હી તા. ૧૫ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કેબિનેટમાંથી સચિન પાયલટ અને તેમના બે વફાદાર પ્રધાનોની હકાલપટ્ટી બાદ પ્રદેશમાં વધુ એક લડાઇનો મંચ તૈયાર થઇ ગયો છે. જેમાં એક લાંબી કાનુની લડાઇ અને ટેકનીકલ લડાઇના પણ સંકેત છે. કોંગ્રેસમાંથી એવા સંકેત મળે છે કે બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના માંગ સ્પીકર સમક્ષ કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેહલોત બે દિવસથી કાનૂની સલાહ લઇ રહ્યા છે કે જેથી અયોગ્યતાની લડાઇને અંતિમ ઓપ આપી શકાય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેહલોત, માકન, સુરજેવાલાએ પક્ષના નેતા અને વકિલો સાથે બેઠક પણ યોજી છે કે જેથી કાનુની લડાઇ લડી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વિધાયક પક્ષની બેઠકમાં ગેરહાજર અને ભાજપ સાથે સંબંધો બાંધવા તરફ આગળ વધવું એ અયોગ્યતાની લડાઇનો આધાર બનશે.

જાણવા મળે છે કે અયોગ્યતાની ધમકી સચિન પાયલટ જુથમાંથી કેટલાકની વાપસી માટે પણ કામ કરે તેવી શકયતા છે.

(11:11 am IST)