મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સચિન પાયલટે વધાર્યુ સસ્પેન્સ

ભાજપમાં જોડાવાનો કોઇ ઇરાદો નથી

હું ઉપમુખ્યમંત્રી હતો છતાં ફાઇલો ન મોકલાતીઃ મારા આદેશોનું પાલન ન કરવા અધિકારીઓને જણાવાતું: સરકારે એકેય વચન પુરૂ કર્યુ નથી

નવી દિલ્હી તા. ૧પ :.. રાજસ્થાનમાં જારી રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ સચિન પાયલટ ઉપર મોટી કાર્યવાહી કરી તેમને ઉપપ્રમુખમંત્રીપદ તથા પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ પાયલટ પર એવા આરોપ લાગતા હતાં કે તેઓ ભાજપ સાથે મળીને સરકાર તોડી પાડવા માંગે છે પણ તેમણે આ બાબતનું ખંડન કર્યુ છે અને કહયું છે કે હજુ પણ હું કોંગ્રેસમાં છું અને હાલ તુરત ભાજપમાં નથી જતો.

પાયલટે કહયું છે કે સરકાર ગબડાવવાની વાત ખોટી છે હું મારા જ પક્ષ વિરૂધ્ધ આવવું શા માટે કરૂ?

સચિન પાયલટે જણાવ્યુ છે કે હાલ હું કોંગ્રેસમાં જ છું મે મારા ભવિષ્યને લઇને કોઇ નિર્ણય નથી લીધો. ભાવિ પગલા માટે મારા સમર્થકો સાથે ચર્ચા કરીશ.

તેમણે આરોપ મૂકયો હતો કે મને રાજસ્થાનમાં કામ કરવા નથી દેવાયું. મારી પાસે કોઇપણ યોજનાની ફાઇલો નહોતી આવતી મે દેશદ્રોહ કાનુન હટાવવાની માંગ કરી પણ તેનો મારી સામે જ ઉપયોગ થયો.

સચિન પાયલોટે કહયું હતુંકે કેબિનેટની બેઠક મહિનાઓ સુધી મળતી નથી. મેં સીએમ સમક્ષ આ બધા મુદ્ રજૂ કર્યા હતાં. કોંગ્રેસની અંદર વાતચીતનો મોકો નથી અપાતો. તેમણે કહ્યું હતું કે લોકોના વચન પુરા કરી ન શકુ એ પદ કશા કામનું નથી. મે પ વર્ષ ઘણી મહેનત કરી કે જેથી કોંગ્રેસની  સત્તા વાપસી થાય પણ પક્ષ સત્તામાં આવ્યો તો કોઇ વાયદો પુરો નથી કર્યો.  મને રાજસ્થાનમાં વિકાસના કામો પુરા કરવાની તક ન અપાઇ સત્તામાં આવ્યા બાદ ગેહલોટે કોઇ વચન પુરૂ કર્યુ નથી. ઓફીસરોને મારા આદેશો ન માનવા જણાવ્યું. મારી પાસે કોઇ ફાઇલ પણ નહોતી મોકલાતી. મારો અવાજ દબાવાતો હતો.

(11:08 am IST)