મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

મોંઘો થવા જઈ રહ્યો છે હેલ્થ ઇન્શ્યોરન્સ

કંપનીઓ આગામી મહિનાઓમાં પ્રીમિયમમાં ૧૦ થી લઈને ૨૦ ટકાનો વધારો કરવા જઈ રહી છે

નવી દિલ્હી, તા.૧૫: કોરોનાકાળમાં, ટૂંક સમયમાં વીમા કંપનીઓ તેમના આરોગ્ય વીમા ઉત્પાદનોને જલ્દીથી મોંઘા કરવા જઈ રહી છે. જો તમારી પાસે કોઈપણ પ્રકારની આરોગ્ય વીમા પોલિસી નથી, તો જલ્દીથી પોલિસી ખરીદો.

કંપનીઓ આગામી મહિનાઓમાં પ્રીમિયમમાં ૧૦ થી લઈને ૨૦ ટકાનો વધારો કરવા જઈ રહી છે. આનો અર્થ એ થયો કે જયાં કંપનીમાં પ્રીમિયમ ૧૦ હજાર રૂપિયા છે ત્યાં મહત્તમ ૨ હજાર રૂપિયાનો વધારો થશે. નવા પ્રોડકટ્સમાં એકસકલૂઝન સામેલ થવાનું કારણ અને મેડિકલ ઈંફ્લેશન સહિત કલેમ રેશિયોમાં વધારો, પ્રીમિયમ મોંઘા થવાનું મોટું કારણ હશે.

સપ્ટેમ્બર સુધીમાં પ્રીમિયમ વધશે, આરોગ્ય વીમાનું પ્રીમિયમ વધશે, એકસકલૂઝન ઘટવાને કારણે પ્રીમિયમ વધશે, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કંપનીઓએ નવા ઉત્પાદનો ફાઇલ કરવાના છે.

પ્રીમિયમ ૧૦% થી ૨૦% સુધી વધી શકે છે. મેડિકલ પ્રોસીઝરના સમાવેશને કારણે પ્રીમિયમ પણ વધશે. મેડિકલ ઈન્ફ્લેશન અને કલેમ સેટલમેન્ટ પણ તેનું કારણ હશે. રૂમ રેન્ટનાં પ્રમાણમાં બાકી ચાર્જ હટાવવાથી પ્રીમિયમ પર પણ અસર થશે.

હાલના પોલિસી ધારકોને પોલિસીની શરતો મુજબ થોડી રાહત મળી શકે છે. હાલની પોલિસી અનુસાર પ્રીમિયમ પર અસર થશે. જો પ્રીમિયમ ૧૦% થી વધુ વધે તો કંપનીએ નવું ઉત્પાદન ફાઇલ કરવું પડશે.

હેલ્થ ઈંશ્યોરન્સમાં સ્ટાન્ડર્ડાઈઝેશન કરવા માટે IRDAIના પ્રયાસ

પોલિસીમાં આ રોગોનો પણ સમાવેશ કરાશે

નવા પ્રીમિયમ અનુસાર, આરોગ્ય વીમા યોજનામાં કંપનીઓ માનસિક વિકાર, આનુવંશિક રોગો, ન્યુરો સંબંધિત વિકાર અને માનસિક વિકાર જેવા ગંભીર રોગોનો પણ સમાવેશ કરશે. અગાઉ આ તમામ રોગો પોલીસીથી અલગ હતા. જો કે હવે ઈરડાએ આ તમામ રોગોને પોલિસીમાં શામેલ કરવા જણાવ્યું છે.

(10:47 am IST)