મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બિગ બી અને અભિષેકની તબિયત સારી : હજુ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે

 

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બોલિવૂડ મહાનાયક બિગ-બી અને તેમના પુત્ર અભિષેક બચ્ચનની તબિયત સારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. તેમને બન્નેને સારવાર ફળી રહી છે. જોકે હજુ તેમણે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે તેવું હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

(8:42 am IST)