મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સોશિયલ મીડિયામાં હિન્દૂ દેવી દેવતા વિષે નિંદા કરતી પોસ્ટ અક્ષમ્ય : પાકિસ્તાનનમાં ખૈબર પખ્તુનખા ધારાસભામાં પ્રસ્તાવ રજૂ : હિન્દૂ ધારાસભ્ય રવિકુમારે મુકેલા પ્રસ્તાવને અન્ય લઘુમતી ધારાસભ્યોનું સમર્થન

પેશાવર :  પાકિસ્તાનનમાં  ખૈબર પખ્તુનખા ધારાસભામાં  હિન્દૂ ધારાસભ્ય રવિકુમારે પ્રસ્તાવ રજૂ કર્યો છે.જેમાં દર્શાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં  હિન્દૂ દેવી દેવતા વિષે નિંદા કરતી પોસ્ટ અક્ષમ્ય અને નિંદનીય છે. પ્રસ્તાવને અન્ય લઘુમતી ધારાસભ્યો સરદાર રણજીતસિંહ, વિલ્સન વજીર, વજીર જાડા તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય નાઈટ યાસ્મીને સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવ ઉપર ચર્ચા સમયે તડાપીટ બોલવાની શક્યતા છે.

(11:57 am IST)