વિડીયો : ભૂજની ભાગોળે ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત
૫ ગંભીરઃટ્રક, બાઈક અને છકડો રીક્ષા વચ્ચે માનકુવા પાસે અકસ્માત સર્જાયો
(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા., ૧૫ : કચ્છમાં આજે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ૫ વ્યકિતને ગંભીર હાલતમાં ભૂજની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આજે બપોરે ભૂજ નજીક માનકુવા ગામ પાસે ટ્રક, બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક સાથે ૧૧ વ્યકિતના મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં ૩ બાળકો ૩ મહીલાઓ અને પ પુરૂષોનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક સાથે ૧૧ના મોતથી કચ્છમાં કાળો કલ્પાંત વ્યાપ્યો છે.
આ અકસ્માતના પગલે ભૂજ નજીકના માનકુવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતગ્રસ્તોની મદદે અન્ય વાહનચાલકો અને સેવાભાવીઓ આવ્યા હતા. ભૂજ, નખત્રાણા હાઈવે ઉપર માનકુવા નજીકના ડાકડાઈ હનુમાનજીના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો.