મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

ક્લોરીનયુક્ત પાણી આંખોની સમસ્યાનું મુખ્ય કારણ છે

સુરજના કિરણોથી થઇ શકે છે આંખોને નુકસાન : જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો પછી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા વધે છે

નવી દિલ્લી,તા.૧૫ : જો તમને વારંવાર આંખોમાં બળતરા થતી હોય, આંખોમાંથી પાણી નીકળતું  હોય અને તમે સતત તેને અવગણી રહ્યા છો તો તમે ઘણીબધી બિમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. આવી અનેક બિમારીઓ છે કે જેમાં એક આંખ લાલ થાય છે તો ઘણીવાર બંને આંખોમાં તેની અસર દેખાય છેકંજકટીવાઈટીસ પ્રકારના હોય છે.

વાયરલ કંજકટીવાઈટીસ અને બૈકટેરીયલ કંજકટીવાઈટીસ. બિમારી એક આંખથી શરુ થઈને બંને આંખોમાં ફેલાઈ શકે છે. વાયરલ કંજકટીવાઈટીસની કોઈ સારવાર નથી પરંતુ બૈકટેરીયલ કંજકટીવાઈટીસને ઘરેલું ઉપાયો અને ડોક્ટરની સલાહ બાદ આંખોમાં ટીપા નાખીને મટાડી શકાય છે બિમારીમાં આંખોમાં આંસુ નથી આવતા.

 લાંબાગાળા સુધી કમ્પ્યુટર પર કામ કરવાથી બિમારી થઇ શકે છે. બિમારીથી બચીને રેહવા માટે દર ૧૫ કે ૨૦ મિનિટે સ્ક્રીનથી નજર હટાવીને આંખોને આરામ આપવો જરૂરી છે. રુમેટાઇડ અર્થરાઈટીસનો ફેલાવો આંખોમાં નથી થતો એક ઓટોઈમ્યુન પરિસ્થિતિ છે કે જેમાં તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા સાંધાની તંદુરસ્ત પેશીઓ પર હુમલો કરે છે.

જેનાથી આંખોમાં બળતરા થવી, સતત પાણી નીકળવું જેવી તકલીફ થાય છે. બીમારીમાં રૂમાલને ઠંડો કરીને આંખો પર મુકવાથી રાહત મળે છે . જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો પછી આંખોમાં વારંવાર પાણી આવવાની સમસ્યા વધે છે. જો કોન્ટેક્ટ લેન્સ ફક્ત એક આંખમાં લાલાશ અને બળતરા પેદા કરે છે,

તો તેને દૂર કરીને તમારી આંખોમાં નવા કોન્ટેક્ટ લેન્સના બદલે થોડા દિવસો માટે ચશ્માંનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે. બિમારીની અસર તમારી ત્વચાની સાથે, તમારી આંખો પર પણ પડે છે. આંખોમાં સોજો આવવો બિમારીનું મુખ્ય લક્ષણ છે. સ્થિતિ કેટલીક વખત એક અથવા બંને આંખોમાં દેખાઈ શકે છે. નબળો આહાર, તણાવ અને આલ્કોહોલનું સેવન બિમારીના મુખ્ય કારણો છે. આંખોને વારંવાર ધોવાથી આંખના સોજામાં રાહત મળી શકે છે.

(10:02 pm IST)