મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

મહાસત્તાને લાગ્યો ડર: અમેરિકાએ 100થી વધુ દેશોના કૂતરા લાવવા પર પ્રતિબંધ મૂક્યો

કૂતરા લાવવા અને દેશમાંથી અન્ય દેશનાં કૂતરાને પરત કરવાના આ બંને કેસમાં પ્રતિબંધ લાગુ : દર વર્ષે લગભગ 10 લાખ કૂતરા અમેરિકા લાવવામાં આવે છે.

નવી દિલ્હી : રોગ ફેલાવાના ભયને ધ્યાનમાં રાખીને હવે અમેરિકાએ 100 થી વધુ દેશોના કૂતરા લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ એવા દેશો છે જ્યાં હડકવા હજુ પણ એક સમસ્યા છે. આ પ્રતિબંધ 14 જૂનથી અમલમાં આવી ગયો છે. અમેરિકાના વેટરનરી મેડિકલ એસો,ના પ્રમુખ  ડગ્લાસ ક્રેટે સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે.

ડગ્લાસ ક્રેટે કહ્યું કે 'અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણે ફક્ત અન્ય દેશોના તંદુરસ્ત કૂતરાઓને દેશમાં જ પ્રવેશવા દઈશું, ખાસ કરીને તે કુતરાઓ કે જેમને પાળવાના હોય છે.' દેશમાં કૂતરા લાવવા અને દેશમાંથી અન્ય દેશનાં કૂતરાને પરત કરવાના આ બંને કેસમાં આ પ્રતિબંધ લાગુ છે.

આ સંદર્ભે, અમેરિકાનાં અધિકારીઓએ માહિતી આપી છે કે દર વર્ષે લગભગ 10 લાખ કૂતરા અમેરિકા લાવવામાં આવે છે. તાજેતરમાં રશિયા, યુક્રેન અને કોલમ્બિયાથી લાવવામાં આવેલા કૂતરાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. આમાંના ઘણા કૂતરાઓને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધિત કરી દેવામાં આવી, કારણ કે તેમના આગમન સંબંધિત દસ્તાવેજો યોગ્ય ન હતા. કાગળો પર જણાવવામાં આવ્યું હતું કે આ કૂતરાઓની ઉંમર 4 મહિનાથી વધુ છે.

એવું મનાય છે કે અમેરિકામાં કોરોના રોગચાળો ફેલાયા બાદ કુતરાઓની માંગ વધી છે, અહીં વિદેશી કુતરાને લાવવાથી એટલા માટે રોકવામાં આવે છે કે જેથી હડકવા નાં સ્વરૂપમાં નવી મુસીબત પેદા ન થાય.

(9:15 pm IST)