" વર્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સ " : ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં 2 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું
વોશિંગટન : સુપ્રસિદ્ધ ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા તાજેતરમાં જેઓએ વિશેષ કામગીરી દર્શાવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે તેવા વર્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સની યાદી બહાર પાડવામાં આવી છે.
આ યાદીમાં 2 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું છે. જેમાં સનરાઇઝ મૂવમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્ડિયન અમેરિકન વર્શિની પ્રકાશ નંબર 28 પર અને બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ પબ્લિક હેલ્થના ડીન આશિષ ઝા નંબર 50 પર છે.
ફોર્ચ્યુન મેગેઝીને જણાવ્યું હતું કે કેટલાક લોકોએ વ્યવસાય, સરકાર, પરોપકાર , એથ્લેટિક્સ અને આર્ટ્સમાં પહેલેથી જ અસાધારણ સિદ્ધિઓ દર્શાવી છે. વર્તમાન સમયમાં અભૂતપૂર્વ કામગીરી દ્વારા જેમણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને સમાજને પ્રેરણા આપી છે તેવા લોકોનો યાદીમાં સમાવેશ કરાયો છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.