મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

પુરીઃ ભગવાન જગન્નાથજીની ધ્વજા હવાથી વિપરીત દિશામાં કેવી રીતે ફરકે છે ? આજ સુધી કોઇ જાણી શક્યુ નથી

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. આ એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ ઠાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે. જગનના નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. આજે વાત કરીશું એવા જ રહસ્યોન, જે આજ સુધી નથી ઉકેલાયા.

હવાનો રુખ છે ઉંધો

સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત. પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.

ચક્ર હંમેશા દેખાય છે સીધું

જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.

હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા

સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ

મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું

આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

નથી સંભળાતો લહેરોનો અવાજ

મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.

ક્યારેય ઓછું નથી પડતું ભોજન

મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

નથી દેખાતો ગુંબજનો પડછાયો

સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.

જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ

ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

(4:28 pm IST)