મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

સોમવારથી દેશભરમાં નવી વેક્સીન પોલિસી લાગુ: કેન્દ્ર 18 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે વેક્સીન ખરીદશે

કેન્દ્ર સરકાર વેક્સિન બનાવનારી કંપની પાસેથી 75 ટકા વેક્સિન ખરીદશે. બાકીની 25 ટકા વેક્સિન કંપની પ્રાઈવેટ હોસ્પિટલોને વેચી શકશે.

કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે દેસમાં વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારની નવી વેક્સિનેશન પોલિસી લાવી રહી છે. આ પોલિસી જૂન 2021થી લાગુ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર જ નવી પોલિસી અંતર્ગત 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિનની ખરીદી કરશે. આ પોલિસી હેઠળ કેન્દ્ર સરકાર વેક્સિન બનાવનારી કંપની પાસેથી 75 ટકા વેક્સિન ખરીદશે. બાકીની 25 ટકા વેક્સિન કંપની પ્રાઈવેટ હોસ્પિટલોને વેચી શકશે

  આ પહેલા કેન્દ્ર સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિન ખરીદવા માટેની જવાબદારી રાજ્ય સરકાર પર નાંખી દીધી હતી. પરંતુ આનીતિથી વેક્સિનેશન પ્રોગ્રામ પ્રભાવિત થયો અને સરકાર આ બાબતે વિવાદોમાં ઘેરાઈ હતી. રાજ્યોને વેક્સિન ખરીદવામાં મુશ્કેલી પડતી હતી. કારણ કે એક સાથે કેટલાય રાજ્યો કંપની પાસે વેક્સિનની માગ કરી રહ્યા હતા. વિવાદ એટલો વધ્યો કે સુપ્રિમ કોર્ટે પણ સરકારની વેક્સિનેશન પોલિસીને લઈને સવાલો ઊભા કર્યા હતા. નવી પોલિસી 21 જૂનથી લાગુ થવા જઈ રહી છે.

   18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મફત વેક્સિન અપાશે. આ પહેલા ફક્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમજ ફ્રન્ટલાઈન વર્કર સહિત હેલ્થ વર્કરને વેક્સિન મફત ઉપલબ્ધ કરાવાઈ હતી. પ્રાઈવેટ હોસ્પિટલો વેક્સિનની મનમાની કિંમત નહીં વસૂલી શકે. સરકારે ખાનગી હોસ્પિટલો માટે રેટ નક્કી કરી દીધો છે.

  કોવિશિલ્ડના એક ડોઝની કિંમત હોસ્પિટલો વધુમાં વધુ 780 રૂપિયા વસૂલી શકે છે. જ્યારે સ્પુતનિક વેક્સિનની એક ડોઝ માટે ખાનગી હોસ્પિટલો વધુમાં વધુ 1145 રૂપિયા લઈ શકે છે. જ્યારે કોવેક્સિનની એકડોઝ ખાનગી હોસ્પિટલો માટે વધુમાં વધુ 1410 રૂપિયા સુધી વસુલી શકો છો. વધુમાં કિંમતોની લાગત ઉપરાંત 150 રૂપિયા સર્વિસ ચાર્જ પણ શામેલ છે. જે લોકો વેક્સિન લગાવવા માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી કરાવી શકતા તેઓ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિનેશન સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને વેક્સિન સપ્લાય તેમની વસતી, સંક્રમા તાજા આંક અને વેક્સિન વેસ્ટેજ જેવી બાબતોને ધ્યાને રાખીને આપવામાં આવશે. રાજ્ય સરકાર પોતાના તરફથી પ્રાથમિકતા નક્કી કરી શકે છે. આર્થિક રીતે કમજોર વર્ગના લોકો માટે પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા વેક્સિન લગાવવા માટે રિઝર્વ બેંક દ્વારા સ્વિકૃત ઈલેક્ટ્રોનિક વાઉચર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એવા વાઉચરને મોબાઈલ પર ડાઉનલોડ પણ કરી શકાય છે. એને વેક્સિનેશન સેન્ટર પર સ્કેન કરી શકાશે.

(1:59 pm IST)