મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

પુર્વ લદ્દાખના ગલવાન નદી ઘાટીમાં ર૦ જવાનોની શહાદતને એક વર્ષ પૂર્ણ

નવી દિલ્હી, તા. ૧પ :  પૂર્વી લદ્દાખની ગલવાન નદી ઘાટીમાં ૧૫ જૂન, ૨૦૨૦માં થયેલી હિંસાને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે. આ હિંસામાં ભારતના ૨૦ જ્યારે ચીનના ૫ સૈનિક માર્યા ગયા હતા. હિંસા કઇ પરિસ્થિતિને કારણે શરૂ થઇ-તેને લઇને અસ્પષ્ટતા છે. બન્ને પક્ષોને આ હિંસા માટે દોષ આપવામાં આવ્યો, જોકે, ચીની સૈનિકો પાસે ગલવાન નદી ઘાટીના તે વિસ્તારમાં હોવાનો કોઇ અધિકાર નહતો જે સ્પષ્ટ રીતે LACથી ભારત તરફનો ભાગ છે.

આ સંઘર્ષની ગૂંજ આખા વિશ્વમાં ફેલાઇ હતી કારણ કે આ વિવાદીત ચીની-ભારતીય બોર્ડર પર ૧૯૭૫ બાદ પ્રથમ હિંસક સંઘર્ષ હતો જેમાં જીવ ગયા હતા. આ સંઘર્ષ પહેલા સીમાની બન્ને તરફ ભારે સૈનિક દળની તૈનાતી અને પેંગોંગ ત્સો વિસ્તારમાં અથડામણે ચિંતા વધારી દીધી હતી કે બન્ને એશિયન મહાશકિતઓ યુદ્ધ તરફ વધી રહી છે.

આ ચિંતાઓએ ઝડપ ત્યારે પકડી જ્યારે વિવાદિત વિસ્તારમાં કમર્શિયલ સેટેલાઇટની મદદથી તસવીરો આવવા લાગી હતી અને તેનું વિશ્લેષણ કરીને ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સરકારે પોતાની તરફથી ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ કરાવી હતી પરંતુ જુલાઇ ૨૦૨૦ની શરૂઆતમાં બન્ને તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત બાદ આ સમાચાર આવ્યા કે બન્ને તરફ સૈનિક ગલવાન કલેશ પોઇન્ટથી ૧.૫ કિલોમીટર પાછળ જતા રહ્યા છે.

થોડો ટકરાવ ઓગસ્ટ ૨૦૨૦ના અંતમાં ત્યારે વધ્યો જ્યારે ભારતીય દળોએ પેંગોગ ત્સોની બાજુમાં કૈલાશ હાઇટ્સ પર કબજો કરી લીધો હતો અને ત્યાથી તે Spanggur Tsં ના ચીની પોઝીશન ઉપરથી નજર રાખી શકતા હતા. કેટલાક વોર્નિગ શોટ્સ પણ ફાયર કરવામાં આવ્યા પરંતુ વાત શારીરિક હિંસા પર નહતી પહોચી. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ બન્ને પક્ષો વચ્ચો થોડી શાંતિ છે અને બન્ને પક્ષો વચ્ચેની વાતચીતે પેંગોગ ત્સો વિસ્તારથી સંઘર્ષને દૂર રાખવાનું કામ કર્યુ છે.

કોરોના મહામારી વચ્ચે ચીની-ભારતીય અથડામણને વિશ્વની બે મુખ્ય શકિતઓ અમેરિકા તથા ચીનના વધતા ટકરાવે નાટકીય બનાવી દીધો હતો. કેટલાક જાણકારોનો વિચાર હતો કે LAC પર ચીનની આ આક્રમકતાનું કારણ ભારત અને અમેરિકા વચ્ચે વધતી મિત્રતા અને સૈનિક સહયોગ છે.

(1:55 pm IST)