મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

બે કરોડ રસીઓ અપાઇ ગઇ : બેંગાલ હવે વધુ સલામતઃ મમતા બેનરજી

બેંગ્‍લોર, તા., ૧પઃ એસેમ્‍બલી ઇલેકશન દરમિયાન કોરોના વાયરસ પોઝીટીવીટી રેઇટ બેંગાલમાં ૩ર ટકા જંમ્‍પ કર્યો હતો. મમતા બેનરજીએ કહયું કે હવે આ ટકાવારી ઘટીને ૬ ટકા થઇ ગઇ છે. લગભગ ર કરોડ લોકોને કોવીડ-૧૯ વેકસીન અપાઇ ચુકી છે. બેંગાલ હવે વધુ સલામત બન્‍યું છે. સોમવારે મમતા બેનરજીએ જણાવ્‍યું હતું. ચુંટણીઓ દરમિયાન ૩ર ટકાએ પહોંચ્‍યા બાદ હવે ૬ ટકા એટલે કે  ર૬ ટકા ઘટી ગયો છે. ખાનગી અને સરકારી ક્ષેત્રમાં આશરે ર કરોડ લોકોને રસી અપાઇ ગયાનું મમતા બેનરજીએ પત્રકારોને જણાવ્‍યું હતું. રાશન તમારા દ્વારે યોજના અંગે મમતા બેનરજીને પુછવામાં આવતા તેમણે જણાવેલ કે, ફુડ વિભાગના અધિકારીઓને બોલાવી આ યોજના ફળીભુત કરવા માટે યુધ્‍ધના ધોરણે કામ ચાલી રહયું છે.

 

(11:56 am IST)