મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં ગુરૂ- શુક્ર અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના

આજે કાલે હળવો વરસાદ વરસી શકેઃ કોઈ- કોઈ સ્થળોએ યલો એલર્ટ જાહેર

મુંબઈ, તા.૧૫: મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ જિલ્લાઓને છેલ્લા થોડાક દિવસમાં કયારેક ઓરેન્જ, કયારેક રેડ અને કયારેક ફરી ઓરેન્જ અલર્ટમાં મૂકયા પછી હવામાન ખાતાએ તા.૧૫ થી ૧૮ દરમિયાન આ જિલ્લાઓને ગ્રીન અને યલો અલર્ટની કેટેગરીમાં મુકયા છે.

ગ્રીન અલર્ટનો મતલબ થાય છે. હળવોથી મધ્યમ વરસાદ અને યલો અલર્ટનો મતલબ થાય છે. છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ.

મહારાષ્ટ્રના પાલઘરમાં તા.૧૫ હળવો,  તા.૧૬ હળવો, તા.૧૭ અમુક વિસ્તારોમાં ભારે, તા.૧૮ના અમુક વિસ્તારોમાં ભારે, થાણેમાં તા.૧૫ હળવો, તા.૧૬ હળવો, તા.૧૭ના અમુક વિસ્તારોમાં ભારે, તા.૧૮ના અમુક વિસ્તારોમાં ભારે, મુંબઈમાં તા.૧૫ હળવો, તા.૧૬ હળવો, તા.૧૭ અમુક વિસ્તારોમાં ભારે, તા.૧૮ અમુક વિસ્તારોમાં ભારે તેમજ રાયગઢમાં તા.૧૫ હળવો, તા.૧૬ અમુક વિસ્તારોમાં ભારે, તા.૧૭ અને તા.૧૮ના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.

(11:52 am IST)