મુખ્ય સમાચાર
News of Saturday, 15th June 2019

ભારતમાં ડી-કંપનીની નાપાક હરકતો ચાલુ રાખવા પાક જાસુસીતંત્રનો કારસો

દાયકાઓથી પાકિસ્તાનમાં છુપાઇ રહેલ અન્ડરવર્લ્ડ ડોન અને ભારતનો ભાગેડુ અપરાધી દાઉદ ઇબ્રાહીમની ડી-કંપનીનું ભારતમાં નેટવર્ક સ્થપાયેલુ રાખવા પાકિસ્તાનની ખુફીયા એજન્સી આઇએસઆઇએ બાંગ્લાદેશની સેનાના રિટાયર્ડ કર્નલની મદદ લઇ રહયાનું બહાર આવ્યું છે. ભારતીય જાસુસી સંસ્થાઓની લાંબા  સમયની તપાસના આધારે આ સનસનાટી ભરી વિગતો બહાર આવી છે.

(11:40 am IST)