મુખ્ય સમાચાર
News of Saturday, 15th June 2019

ટ્રમ્પે ભાંગરો વાટ્યો... પ્રિન્સ ચાર્લ્સને વ્હેલ્સના રાજકુમાર કહ્યાં

ટ્વીટ ઉપર ત્રુટી થયાનુ જણાતા તરત જ ટ્વીટને ડીલીટ કરી અને યોગ્ય રીતે વેલ્સ લખ્યું

વોશિંગ્ટન, તા. ૧૫ :. અમેરિકાના રાષ્ટ્રપતિ કાયમ વિવાદમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તાજેતરમાં તેઓ બ્રિટનની મુલાકાતે ગયા હતા એ દરમિયાન તેમણે ભૂલથી બ્રિટીશ સિંહાસનના રાજકુમાર, રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સને 'પ્રિન્સ ઓફ વ્હેલ્સ' તરીકે ઓળખાવ્યા હતા. તેમણે જણાવ્યુ છે કે, હું રોજ વિદેશ સરકારોને મળુ છું અને તેમની સાથે વાત કરૂ છું. હું ઈંગ્લેન્ડના રાણી, પ્રિન્સ ઓફ વ્હેલ્સ, યુનાઈટેડ કિંગડમના પીએમ, આયર્લેન્ડના પીએમ, ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યો હતો. તેવુ તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતું.

ટ્વીટમાં ટ્રમ્પે જણાવ્યુ છે કે અમે બાબતોએ અનેક બાબતો અંગે ચર્ચા કરી છે. શું મારે તુર્ત જ આ લોકોના કોલ્સ અને મીટીંગ અંગે એફબીઆઈને કોલ કરીને જણાવવું જોેઈએ ? કેટલુ હાસ્યાસ્પદ છે, મને ફરી કદી ભરોસો નહિ આવે એવુ કહેવાની સાથે મારો સમગ્ર જવાબ કદાચ ફેંકન્યુઝ મિડીયા દ્વારા ખેલાવવામાં આવ્યો હોય તેઓ જાણી જોેઈને એવા હિસ્સાને છોડી દયે છે જે મહત્વના હોય.

બાદમાં ટ્રમ્પને ભૂલ થયાનું જણાતા તેમણે ટ્વીટ ડીલીટ કરી નાખી અને પ્રિન્સને યોગ્ય રીતે નવાજયા હતા. ગયા સપ્તાહે બ્રિટનની યાત્રા દરમિયાન ટ્રમ્પ પ્રિન્સ ચાર્લ્સને મળ્યા હતા. ટ્રમ્પે કહ્યુ હતુ કે અમે ૧૫ મીનીટ વાતચીત કરવાના હતા તેના બદલે એકથી દોઢ કલાક ચર્ચા વિચારણા થઈ હતી. અમે જલવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરી હતી.

પ્રિન્સ ઓફ વ્હેલ્સ સહિત વિદેશી સરકારોને મળ્યા હતા તેવુ ટ્વીટ કરીને તેમણે વિવાદ જગાવ્યો હતો. તેમણે ટ્વીટમાં મીડીયા પર ખોટા સમાચારના રીપોર્ટીંગનો આરોપ પણ મુકયો હતો. બાદમાં તેમણે ટ્વીટને હટાવી અને ત્રુટીને સુધારી લીધી હતી. આ દરમિયાન કેટલાક ટ્વીટ ઉપયોગ કરનારાઓએ ટ્રમ્પને આ બાબતે મજાક પણ ઉડાવી હતી અને કહેવાયુ હતુ કે શું તેમને એક શાહી વ્હેલ જોવા મળી હતી ?

(11:21 am IST)