મુખ્ય સમાચાર
News of Friday, 15th June 2018

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના જન્મદિને મહારાષ્ટ્રમા પેટ્રોલ 9 રૂપિયા સસ્તું અપાયું

મુંબઈ :મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના જન્મ દિવસે રાજ્યમાં સસ્તું પેટ્રોલ આપાયુ હતુ. જેના લીધે ઘણાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઇનો જોવા હતી. પોતાના 50માં જન્મ દિવસ નિમિતે રાજ ઠાકરેએ પોતાના પસંદગીના પેટ્રોલપંપ પર પેટ્રોલની કિંમતોમાં 4 થી 9 રૂપિયા સુધી ઘટાડી દીધી હતી.એવું  જાણવા મળ્યુ છે કે, રાજ ઠાકરે ખુદે બાકીના રૂપિયા પેટ્રોલપંપને ચુકવ્યા હતા.

(12:00 am IST)