મુખ્ય સમાચાર
News of Sunday, 15th May 2022

ઉજ્જૈન રેલ્વે સ્ટેશનમાં ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પોતાના બે બાળકોને નીચે ફેંકી દીધા ! બાદમાં પોતે પણ કૂદકો માર્યો!

મહિલા ઉતાવળમાં ખોટી ટ્રેનમાં ચડી હોવાનું માલુમ પડતા તેણે બાળકોની સાથે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો: આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ

ઉજ્જૈનના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી.અહીંએક મહિલાએ તેના બે માસૂમ બાળકોને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધા, ત્યાર બાદ તે પોતે પણ કૂદી પડી. ત્યાં તૈનાત કોન્સ્ટેબલ દ્વારા મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધી હરી. ત્રણેય સુરક્ષિત છે. ખરેખર, મહિલા ઉતાવળમાં ખોટી ટ્રેનમાં ચડી હતી. આ વાતની જાણ થતાં જ તેણે બાળકોની સાથે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

આ ઘટના શનિવારે સવારે 6.30 વાગ્યે ઉજ્જૈન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બની હતી. અહીં એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે સ્ટેશન પહોંચ્યો. તેને સિહોર જવાનું હતું. તેઓ પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચ્યા, જ્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવવાની હતી. પતિ ટિકિટ લેવા ગયો. એટલામાં જ જયપુર-નાગપુર એક્સપ્રેસ ટ્રેન આવી. પત્ની બાળકો સાથે ઉતાવળમાં ટ્રેનમાં ચઢી અને ટ્રેન ચાલુ થઈ.

મહિલાને અંદરથી ખબર પડી કે તે ખોટી ટ્રેનમાં છે, ગભરાઈને મહિલાએ પહેલા તેના 4 વર્ષના અને પછી 6 વર્ષના પુત્રને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. જે બાદ તેણી પોતે જ કૂદી પડી હતી. જ્યારે ત્યાં હાજર જીઆરપી કોન્સ્ટેબલ મહેશ કુશવાહાએ મહિલાને આ કરતી જોઈ તો તેણે મહિલાને ટ્રેનની અડફેટે આવતી બચાવી હતી. આટલું જ નહીં બંને બાળકો પણ અલગ થઈ ગયા હતા. તેનો સામાન પણ એક મુસાફરે ટ્રેનમાંથી ફેંકી દીધો હતો. સારી વાત એ છે કે ત્રણેય સુરક્ષિત છે. જ્યારે મહિલાનો પતિ ત્યાં આવ્યો ત્યારે તેમણે પોલીસકર્મી સામે હાથ જોડી તેમનો આભાર પ્રકટ કર્યો હતો.

(5:55 pm IST)