મુખ્ય સમાચાર
News of Sunday, 15th May 2022

અમેરિકામાં બફેલો શહેરથી દુર ઉત્તરમાં સુપરમાર્કેટમાં ગોળીબાર : 10 લોકોના મોત: ૩ લોકો સારવાર હેઠળ

ફાયરિંગ કરનારાની ઓળખ કોંકલિનના પેટન ગેંડ્રોનના રૂપમાં થઈ : આરોપીએ 13 લોકો પર ફાયરિંગ કર્યું જેમાંથી 11 અશ્વેત હતા

ન્યૂયોર્કના સુપરમાર્કેટમાં  ગોળીબાર થયો, તેમાં 10 લોકોના મોત થયા છે તો સાથે 3 લોકો સારવાર લઈ રહ્યા છે. પોલીસે કહ્યું કે ફાયરિંગ કરનારાની ઓળખ કોંકલિનના પેટન ગેંડ્રોનના રૂપમાં થઈ છે. આરોપીએ 13 લોકો પર ફાયરિંગ કર્યું જેમાંથી 11 અશ્વેત હતા. ઉલ્લેખનીય છે ગોળીબારીની ઘટના બફેલો શહેરથી દુર ઉત્તરમાં થઈ હતી.

કહેવાઈ રહ્યું છે કે આરોપીએ બફેલોમાં બંદૂકથી તાબડતોબ ગોળીઓ વરસાવી. પોલીસે કહ્યું કે આ ઘૃણા અને નસ્લીય રીતે પ્રેરિત હિંસા છે. બફેલોના મેયર બાયરન બ્રાઉને કહ્યું કે આ ખોટું છે. અમને દુઃખ થઈ રહ્યું છે કે અમે આ રીતની ઘટનાઓનો સામનો કરી રહ્યા છે. આ કેટલું જોખમી છે તેનું વર્ણન કરી શકાતું નથી. પોલીસે જણાવ્યા અનુસાર બંદૂકધારી આ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. તે સૈન્ય ગિયરની સાથે એક દુકાનમાં ઘૂસ્યો અને અહીં લોકોને ખેંચીને પાર્કિંગમાં લાવ્યો. આ પછી આરોપીએ ગોળીબાર શરૂ કર્યો, સંદિગ્ધે સુપરમાર્કેટમાં ઘૂસતા જ અન્ય પીડિતોને ગોળી મારવાનું શરૂ કર્યું. પોલીસના આધારે સેવાનિવૃત્ત પોલીસ અધિકારીનું પણ મોત થયું છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કારાઈન જીન-પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને ઘટનાની જાણ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્રપતિને તેમના હોમલેન્ડ સુરક્ષા સલાહકારે આ ઘટનાની જાણકારી આપી હતી.

(11:45 am IST)