મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

કોંગ્રેસના સમર્થનથી બનેલી મહારાષ્ટ્ર સરકાર કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ : શું મોતના આંકડા છૂપાવવા જ મહારાષ્ટ્ર મૉડલ?’

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખ્યો : મોતના સાચા આંકડા છૂપાવવામાં આવતા હોવાનો આરોપ

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવતી જોવાઈ છે ત્યારે રાજકીય ધમસાણ અમચ્યુ છે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં કેહવામાં આવ્યું છે કે, કોંગ્રેસના સમર્થનથી બનેલી મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં કોરોના મહામારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. Maharashtra Model

ફડણવીસે આરોપ લગાવ્યો છે કે, મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યને ભગવાનના ભરોસે છોડી દીધુ છે. મોતના સાચા આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે. તેમણે સવાલ કર્યો છે કે, શું આજ મહારાષ્ટ્ર સરકારનું મોડલ છે. આ પબ્લિક છે, બધુ જ જાણે છે.

“માનનીય શ્રીમતી સોનિયા ગાંધી જી…આશા કરું છુ આપ સ્વસ્થ હશો. તમને પત્ર લખવાનું ખાસ કારણ છે. તાજેતરમાં જ મારા ધ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ તમામો પત્ર અને કોંગ્રેસ નેતાઓના નિવેદનો આવ્યા. કદાચ કેટલાક મુદ્દા તમારા ધ્યાનમાં નહીં લાવવામાં આવ્યા હોય, એવું મને લાગી રહ્યું છે. આથી આ વાતોને તમારી સમક્ષ લાવવા માટે આ પત્ર લખવાનો ઉદ્દેશ્ય છે.

અનેક મહિનાઓથી આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. એવામાં અનેક સવાલ દેશની સ્થિતિ પર ઉઠાવવામાં આવ્યા. એવામાં મહારાષ્ટ્રની સ્થિતિને નજર અંદાજ ના કરી શકાય.

જો આપણે 13મીં મે 2021ની વાત કરીએ તો દેશમાં કુલ કોરોના સંક્રમણમાં 22 ટકા મહારાષ્ટ્રના જ છે. દેશના કુલ મરણમાં મહારાષ્ટ્રના આંકડા આજે પણ 31 ટકાની આસપાસ છે. જો એક્ટિવ કેસોની વાત કરીએ તો, 14 ટકા કેસો માત્ર મહારાષ્ટ્માં જ છે.

 

તમે જાણો છો કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર નથી, આમ છતાં કેન્દ્રની મોદી સરકાર પૂરી તાકાતથી મહારાષ્ટ્રની જનતા સાથે ઉભી છે. દેશભરમાં જે પણ રાહત અને મદદ પૂરી પાડવામાં આવી, તેમાં મહારાષ્ટ્રને સૌથી વધુ મદદ કરાઈ છે. મહારાષ્ટ્રમાં 1.80 કરોડ વૅક્સિન આપવામાં આવી, જ્યારે 8 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનો માત્ર મહારાષ્ટ્રને જ મળ્યાં છે.

જો ઑક્સિજનની વાત કરીએ તો, લગભગ 1750 મેટ્રિટ ટન સપ્લાય થઈ રહ્યો છે. વેન્ટીલેટર, બાઈપેપ અને ઑક્સિજન કન્સટ્રેટર પણ મોટા પાયે આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર અને મીડિયાનો એક વર્ગ મુંબઈને જ મહારાષ્ટ્ર સમજવાની ભૂલ કરે છે. જો મુંબઈની સ્થિતિ જોઈએ તો, અહીં પણ ટેસ્ટિંગની કમી, ઓછા ટેસ્ટમાં પણ મોટાભાગના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરીને એક નવું મૉડલ ઉભુ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે થતા મોતના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યાં છે.

“Death Due To Other Reason” કેટેગરીમાં પણ જ્યાં મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓના મળીને 0.8 ટકા મરણ નોંધાયા છે. જેની સામે માત્ર મુંબઈમાં 40 ટકા છે.

(8:26 pm IST)