મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

મંગળ પર ઉતર્યુ ચીનનું પ્રથમ રોવર 'જુરોંગ'

ચીનનું આ રોવર યુટોપિયાથી મંગળના ચિત્રો મોકલશે

બીજિંગ તા. ૧૫ : ચીનનુંજૂરોંગ રોવર સાત મહિનાની અંતરિક્ષ યાત્રા, ત્રણ મહિના સુધી ઓર્બીટનીપરિક્રમા અને અંતિમ કપરા સમયનેપાર કરીને આજે મંગળ ગ્રહની સંપત્તિ પર સફળતાપૂર્વક ઉતર્યું છે. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનેતેની પુષ્ટિ કરી છે. સિએનએસએ જણાવ્યું કે દેશનુંપ્રથમ રોવર જૂરોંગ મંગળ ગ્રહ પર સફળતા પૂર્વકલેન્ડ કરી દેવામાં આવ્યું છે.

સાત મહિનાની અંતરિક્ષ યાત્રા, ત્રણ મહિના સુધી ભ્રમણકક્ષાની પરિક્રમા અને મહત્ત્વની નવ મિનિટ બાદ મંગળ પર સફળતાપૂર્વક રોવર મોકલનાર ચીન વિશ્વનો બીજો દેશ બન્યો છે.ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ચુ રોંગ (ચીનના પૌરાણિક અગ્નિ અને યુદ્ઘના દેવ) રોવરે શનિવારે મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. રોવર એક નાનો રોબોટ છે અને તે પૈંડાંથી સજ્જ છે. ચુરોંગ એ છ પૈડાંવાળું રોવર છે. તે મંગળના યુટોપિયા પ્લેનેશિયા સુધી પહોંચ્યું છે જે મંગળના ઉત્ત્।ર ગોળાર્ધમાં છે. મંગળ પર ચીનના રોવરનું ઉતરાણ કરવું એક મોટી સફળતા છે.

ચીને આ રોવરમાં રક્ષણાત્મક કેપ્સુલ, પેરાશુટ અને રોકેટ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.

ચુરોંગ રોવર સાથે તિઅન્વેન-૧ ઓર્બિટર પણ છે, જે ફેબ્રુઆરીમાં ગ્રહ પર પહોંચશે. ચીનનું આ રોવર યુટોપિયાથી મંગળનાં ચિત્રો મોકલશે.

ડ્રેગને તેમાં મંગળ ગ્રહ મોકલેલા રોવરનું નામ જૂરોંગ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂરોંગનામના ચીનના આગની દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. આ રોવર ચીનના અંતરિક્ષ યાન તિયાનવેન-૧નીબેલીમાંલાગેલું છે. ટેરોવર અને લેન્ડર માટે સતત સપાટીની મેપિંગ કરી રહ્યું છે.

(11:50 am IST)